android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
SIR સામે ‘People Against SIR’નું દેશવ્યાપી આંદોલન, નિર્મલા સીતારમણના પતિથી પ્રકાશ રાજ સુધીના લોકોનું મળશે સમર્થન

calendar_todayOctober 21, 2026

SIR સામે ‘People Against SIR’નું દેશવ્યાપી આંદોલન, નિર્મલા સીતારમણના પતિથી પ્રકાશ રાજ સુધીના લોકોનું મળશે સમર્થન

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ અને જાણીતા રાજકીય અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકર, Cockroach Janata Party (CJP)ના સ્થાપક અભિજીત દિપકે અને અભિનેતા-કાર્યકર પ્રકાશ રાજ સાથે એક મંચ પર જોડાવાના છે. 23 ઑક્ટોબરે યોજાનાર આ વિરોધ પ્રદર્શન SIR સામે આયોજિત કરવામાં આવ્યું છે. ‘People Against SIR’ નામના ગઠબંધન દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શનમાં અનેક કાર્યકરો, રાજકીય હસ્તીઓ અને જાણીતા લોકો એકસાથે જોડાશે. તેઓ SIR પ્રક્રિયા રદ કરવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરશે.

આ વિરોધ પ્રદર્શનમાં જોડાવાની અપીલ કરતાં સરકારની નીતિઓની પ્રખર ટીકા કરતા પરકલા પ્રભાકરે X પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું, “દરેક ગલીમાં જંતર-મંતર! શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026. લોકશાહીની પુનઃસ્થાપના માટે જનમાર્ચ. આવો, આ પડકારનો સામનો કરીએ.”

=" target="_blank">

=

આ પ્રદર્શનમાં AISAનાં પ્રમુખ નેહા બોરા, CJPના સ્થાપક અભિજીત દિપકે સહિત અનેક કાર્યકરો પણ જોડાશે.

કોણ છે પરકલા પ્રભાકર?

પરકલા પ્રભાકરે 8 ઑક્ટોબરે બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં CJP દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં યુટ્યુબર ધ્રુવ રાઠી અને પ્રકાશ રાજ જેવી જાણીતી હસ્તીઓ પણ જોડાઈ હતી.

નિર્મલા સીતારમણ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલાં હોવા છતાં પરકલા પ્રભાકર સત્તાધારી પક્ષની નીતિઓની ખુલ્લેઆમ ટીકા કરતા રહ્યા છે.

તેમના પુસ્તક ‘The Crooked Timber of New India’માં તેમણે નોટબંધી જેવા નિર્ણયોની આકરી ટીકા કરી છે. આ ઉપરાંત, તેમણે વધતી બેરોજગારી તરફ ધ્યાન દોર્યું છે અને લોકશાહી સંસ્થાઓ નબળી પડી રહી હોવા અંગે સવાલો ઉઠાવ્યા છે.

બંને કેવીરીતે મળ્યાં?

આંધ્ર પ્રદેશના નરસાપુરમમાં જન્મેલા પરકલા પ્રભાકરની મુલાકાત નિર્મલા સીતારમણ સાથે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં અભ્યાસ દરમિયાન થઈ હતી. બંનેની રાજકીય વિચારધારાઓ અલગ હોવા છતાં તેમણે 1986માં લગ્ન કર્યાં હતાં.

અર્થતંત્ર અંગેના સ્પષ્ટ અને બેધડક વિચારો માટે જાણીતા પરકલા પ્રભાકરની રાજકીય કારકિર્દી પણ ચર્ચામાં રહી છે.

તેમની રાજકીય સફર 2009માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ અભિનેતા ચિરંજીવી દ્વારા સ્થાપિત ‘પ્રજા રાજ्यम પાર્ટી’ સાથે જોડાયા હતા. ત્યાર બાદ 2014થી 2018 દરમિયાન તેમણે ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ હેઠળની આંધ્ર પ્રદેશ સરકારમાં સંચાર સલાહકાર તરીકે કામ કર્યું હતું.

એપ્રિલ 2018માં તેમણે અચાનક રાજીનામું આપી દીધું હતું. આ ઘટના આંધ્ર પ્રદેશને ‘વિશેષ રાજ્યનો દરજ્જો’ આપવાના મુદ્દે વિવાદ સર્જાયાના થોડા અઠવાડિયા બાદ બની હતી. તે સમયે તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ NDA સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

પરકલા પ્રભાકરે એવા સમયે રાજીનામું આપ્યું હતું, જ્યારે વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે તેમના પરિવારનાં એક સભ્ય નિર્મલા સીતારમણ અન્ય પક્ષ સાથે જોડાયેલાં હોવાથી તેઓ રાજ્યના હિતો સાથે સમાધાન કરી શકે છે.

23 ઑક્ટોબરના વિરોધ પ્રદર્શનમાં તેમની ભાગીદારીથી આ આંદોલનને વધુ વ્યાપક ચર્ચા મળવાની શક્યતા છે.

SIR સામેના વિરોધ પ્રદર્શનને મળી રહ્યું છે બળ

અનેક જાણીતી હસ્તીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાય તેવી શક્યતાને કારણે ‘People Against SIR’ નામના નવા ગઠબંધન તરફ લોકોનું ધ્યાન ખેંચાયું છે. 14 ઑક્ટોબરે રચાયેલા આ ગઠબંધનમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, દલિતો, આદિવાસીઓ અને લઘુમતી સમુદાયોના વિવિધ સંગઠનો જોડાયાં છે.

ગઠબંધને એક નિવેદનમાં આક્ષેપ કર્યો છે કે SIR પ્રક્રિયાને કારણે મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં લાયક મતદારોનાં નામ દૂર કરવામાં આવ્યાં છે. ગઠબંધનના દાવા મુજબ, આમાં મુખ્યત્વે વંચિત અને નબળા વર્ગોના લોકોનો સમાવેશ થાય છે.