calendar_todayFebruary 12, 2026
SIRમાંથી નામ રદ્દ કરવા મુદ્દે હાઇકોર્ટમાં કોંગ્રેસના નેતાની અરજી, જુઓ Video
Sirમાં નામ રદ્દ થતા મુદે hcમાં અરજી કરવામાં આવી છે, કોંગ્રેસના વિપુલ ઉધનાવાલાએ કરી અરજી અને Sirમાં નિયમ વિરૂદ્ધ કામગીરીનો આક્ષેપ કરવામાં આવ્યો છે, Bjpના કાર્યકરોએ નામ રદ્દ કર્યાનો આક્ષેપ છે અને નામ રદ્દ કરનાર સામે પગલા લેવા માગ છે, આગામી દિવસમાં હાઇકોર્ટમાં થશે સુનાવણી.
ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા (SIR) કામગીરી બાદ ગંભીર વિવાદ સર્જાયો છે
મતદાર યાદીમાંથી નામ કાપવા માટે સામૂહિક રીતે ફોર્મ-7 ભરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે, જેના કારણે રાજકીય અને સામાજિક સ્તરે ચકચાર મચી છે. તંત્રને મળેલી માહિતી મુજબ, જિલ્લામાં કુલ અંદાજે 89 હજાર જેટલી નામ કાપવા માટેની અરજીઓ પ્રાપ્ત થઈ છે, જેની સુનાવણી પ્રક્રિયા હાલ ચાલુ છે.