android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Somnath માં ઐતિહાસિક સ્વાભિમાન પર્વ, સતત 72 કલાક ઓમકારનો મંત્રોચ્ચાર

calendar_todayJanuary 10, 2026

Somnath માં ઐતિહાસિક સ્વાભિમાન પર્વ, સતત 72 કલાક ઓમકારનો મંત્રોચ્ચાર

ગીર સોમનાથમાં યોજાનારા ઐતિહાસિક સ્વાભિમાન પર્વને લઈ સોમનાથમાં તડામાર તૈયારી થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર અને તેની આસપાસના પરિસરમાં વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

સતત 72 કલાક માટે ઓમકારના નાદ સાથે મંત્રોચ્ચાર

સ્વાભિમાન પર્વની ભવ્ય તૈયારીઓમાં સતત 72 કલાક માટે ઓમકારના નાદ સાથે મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. મંત્રોચ્ચાર અને પૂજા દ્વારા સોમનાથ મંદિર પરિસરમાં શુભ અને પવિત્ર ઉર્જાનો સંચાર થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગ એક આધ્યાત્મિક અનુભવ

સ્થાનિક તથા પ્રવાસી શ્રદ્ધાળુઓ માટે આ પ્રસંગ એક આધ્યાત્મિક અનુભવ તરીકે ગૌરવપૂર્ણ બની રહેશે. તંત્ર દ્વારા સુરક્ષા, ભવ્ય આયોજન અને મંદિર પરિસરની વ્યવસ્થા કડક રીતે રાખવામાં આવી છે.


આ પણ વાંચો----   PM Modi in Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે, આવતીકાલે સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લેશે