android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Somnathમાં 'સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ: PM મોદીના આગમન પૂર્વે સોમનાથ છાવણીમાં ફેરવાયું, 2000 થી વધુ જવાનો તૈનાત

calendar_todayJanuary 8, 2026

Somnathમાં 'સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ: PM મોદીના આગમન પૂર્વે સોમનાથ છાવણીમાં ફેરવાયું, 2000 થી વધુ જવાનો તૈનાત

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં ઐતિહાસિક 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાનના રોડ-શો અને વિશાળ જનસભાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળી લીધો છે. રાજ્યના પોલીસ વડા પણ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા સોમનાથ પહોંચ્યા છે.

સંદેશ ન્યૂઝ સાથે જિલ્લા પોલીસ વડાની વાતચીત

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જનસભામાં અંદાજે એક લાખથી વધુની મેદની ઉમટી પડવાની શક્યતા છે, જેને પગલે ટ્રાફિક અને ભીડ નિયંત્રણ માટે વિશેષ પ્લાન તૈયાર કરાયો છે.

અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા

વડાપ્રધાનની સુરક્ષા માટે પોલીસ કાફલામાં ઉચ્ચ અધિકારીઓનો મોટો ફોજફાટો તૈનાત કરવામાં આવ્યો છે: અધિકારીઓ: 1 ADG, 3 IG, 3 DIG, અને 15 થી વધુ SP. ગ્રાઉન્ડ ફોર્સ: 50 DYSP, 100 PI, 150 PSI અને 2000 થી વધુ પોલીસ જવાનો. વધારાની કુમક: SRPની 3 કંપનીઓ અને સ્પેશિયલ સ્ટ્રાઈકિંગ ફોર્સ તૈનાત. આ સમગ્ર વિસ્તારને સીસીટીવી અને ડ્રોન મારફતે પણ મોનિટર કરવામાં આવી રહ્યો છે. સ્વાભિમાન પર્વને લઈ ભક્તો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો