calendar_todayJanuary 11, 2026
Somnath Swabhiman Parv: વેરાવળના વડીલો કેસરી સાફા બાંધી PM મોદીની સભામાં પહોંચ્યા
સોમનાથની પવિત્ર ધરતી પર આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ' માત્ર યુવાનો જ નહીં, પરંતુ વડીલો માટે પણ ગૌરવનો અવસર બની રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં આજે વેરાવળના સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટના વડીલોએ જે ઉત્સાહ બતાવ્યો તે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
શૌર્ય અને સ્વાભિમાનનો અનોખો સંગમ
વેરાવળ સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટના 65થી પણ વધારે વડીલો એકસરખા કેસરી સાફા બાંધીને શૌર્ય સ્વાભિમાન સભામાં ઉપસ્થિત રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આદર અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરવા માટે વડીલોએ આ અનોખો અંદાજ અપનાવ્યો હતો. કેસરી રંગના સાફામાં સજ્જ આ વડીલોએ શૌર્ય અને સંસ્કારની વિરાસતને જાણે જીવંત કરી દીધી છે.
PM મોદીના સ્વાગત માટે અનેરો થનગનાટ
સભામાં ઉપસ્થિત વડીલોએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતનું માન વિશ્વસ્તરે વધ્યું છે અને સોમનાથ મંદિરને જે ભવ્યતા મળી છે તેનાથી અમે ગૌરવ અનુભવીએ છીએ. વડીલોએ વડાપ્રધાનના સ્વાગત-સન્માન સાથે પ્રબળ રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી. ઉંમરના તબક્કે પણ વડીલોમાં જોવા મળેલો આ દેશપ્રેમ નવી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થયો છે. સમગ્ર સભાખંડમાં જ્યારે આ કેસરી સાફાધારી વડીલો એકસાથે બેઠેલા જોવા મળ્યા, ત્યારે શૌર્ય અને સ્વાભિમાનનો એક અનોખો માહોલ સર્જાયો છે.