calendar_todayJanuary 9, 2026
Somnath Swabhiman Parva: સુરતથી વેરાવળ સ્પેશિયલ ટ્રેનને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે ફ્લેગ ઓફ આપ્યુ, 1200 શ્રદ્ધાળુઓ દર્શનાર્થે રવાના થયા
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પરિસરમાં સ્વાભિમાન પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. સોમનાથ જવા માટે હજારો શ્રદ્ધાળુઓ રવાના થયાં છે. ત્યારે સુરતથી વેરાવળ સુધી સ્પેશિયલ ટ્રેનને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. 1200 જેટલા શ્રદ્ધાળુઓ આ ટ્રેન મારફતે સુરતથી સોમનાથ જવા માટે રવાના થયા હતાં.
સોમનાથ મંદિરનું અસલ સ્વરૂપમાં નિર્માણ થયું
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ગઝનવીએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. 2026માં આ ઘટનાને એક હજાર વર્ષ પૂરા થયાં છે.આ હુમલો સનાતન ધર્મ પર કરાયો હતો. લોકોમાં સનાતન અને હિંદુ ધર્મની આસ્થા ટકી છે.આ આક્રમણ પછી પણ સોમનાથ મંદિરનું અસલ સ્વરૂપમાં નિર્માણ થયું છે.
8થી 11 જાન્યુઆરી સુધી સ્વાભિમાન પર્વની ઉજવણી
સોમનાથમાં 8થી 11 જાન્યુઆરી સુધી સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન મોદી પણ આ પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. ગઈકાલથી સોમનાથમાં ઓમકાર મંત્રના જાપ શરૂ કરવામાં આવ્યા છે. આજે સાધુ સંતો પણ સોમનાથ પહોંચ્યા હતાં. ડમરૂના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું.
આ પણ વાંચોઃ Narmada News : રાજપીપળા વન્યજીવ તસ્કરી કેસ, 37 વાઘના ચામડા અને 133 નખ મળતા ખળભળાટ