calendar_todayJanuary 8, 2026
Somnath Templeમાં સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે, જુઓ Video
ગુજરાતભરના 2500 બ્રાહ્મણોએ ભવ્ય જાપનો પ્રારંભ કર્યો છે અને આજથી 11 જાન્યુઆરી સુધી સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે, 11 જાન્યુઆરીએ PM મોદી સોમનાથ મંદિરના દર્શન કરશે, સોમનાથમાં PM મોદીના આગમનને લઈ તૈયારીઓ કરાઈ રહી છે, 11 જાન્યુઆરીએ PM મોદીની શૌર્ય યાત્રા અને સભા યોજાશે.
રોડ શોમાં શૌર્યના પ્રતીક સમાન અશ્વો પણ જોડાશે
ગુજરાત પોલીસના 108 તાલીમબદ્ધ અશ્વો આકર્ષણનું કેન્દ્ર બનશે અને 108 અશ્વો સોમનાથ શંખસર્કલથી મંદિર સુધી પહોંચશે અને અશ્વોના સવાર કેસરી સાફા, ડ્રેશ કોડ સાથે જોડાશે. સોમનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધારને 75 વર્ષ થયા છે અને સોમનાથ મંદિર પર હુમલોને 1 હજાર વર્ષ થયા છે પૂર્ણ, મંદિરની રક્ષા માટે અનેક વીરોએ બલિદાન આપ્યા હતા અને PM મોદી 11 જાન્યુઆરીએ સોમનાથની મુલાકાત લેશે.