android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sonia Gandhi: 'મારી આત્મકથા આવશે ત્યારે તમાશો થવાનો જ છે!' 544 પાનાનાં સોનિયા ગાંધીનાં પુસ્તકમાં શું છે ખાસ?

calendar_todayOctober 27, 2026

Sonia Gandhi: 'મારી આત્મકથા આવશે ત્યારે તમાશો થવાનો જ છે!' 544 પાનાનાં સોનિયા ગાંધીનાં પુસ્તકમાં શું છે ખાસ?

કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીનાં પુસ્તક *‘Belonging: A Journey of Love’*નું પ્રકાશન 10 નવેમ્બરે થવાનું છે. આ પુસ્તકને લઈને વાંચનપ્રેમીઓમાં ચર્ચા છે. તેમાં સોનિયાનાં અંગત જીવનથી લઈને રાજકારણ સાથે જોડાયેલી કેટલીક વણકહી વાતો જાણવા મળશે. ખાસ વાત એ છે કે આ પુસ્તક સોનિયા ગાંધીએ પોતે લખ્યું છે.

કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી પોતાની આત્મકથા ‘Belonging: A Journey of Love’ વિશે ધીમે ધીમે કેટલીક વાતો જાહેર કરી રહ્યાં છે. મંગળવારે તેમણે સોશિયલ મીડિયા પર એક્સ પર લખ્યું કે આ પુસ્તક બહાર આવશે ત્યારે ચર્ચા અને વિવાદ થવાના જ છે.

સોનિયાએ લખ્યું, “જ્યારે આ પુસ્તક બહાર આવશે, ત્યારે તમાશો થવાનો જ છે. આટલાં દાયકાઓ સુધી બીજા લોકો મારી વાર્તા કહેતા રહ્યા છે, પણ હવે મારો વારો છે.”

=" target="_blank">

=

544 પાનાંના પુસ્તકમાં જીવનની મહત્ત્વની ઘટનાઓનો ઉલ્લેખ

કોંગ્રેસનાં સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધીનું આગામી પુસ્તક ‘Belonging: A Journey of Love’ 10 નવેમ્બર, 2026ના રોજ પ્રકાશિત થશે. એટલે કે આ દિવસે પુસ્તક બજારમાં ઉપલબ્ધ થશે.

544 પાનાંના આ પુસ્તકમાં ઇટાલીમાં વિતાવેલું બાળપણ, 1965માં કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથે પહેલી મુલાકાત, લગ્ન, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા, રાજકારણમાં પ્રવેશ અને 2004માં વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર કરવા સહિતની ઘટનાઓનો સમાવેશ થાય છે.

પુસ્તકની ભારતીય આવૃત્તિ હાર્પરકોલિન્સ પ્રકાશિત કરશે.

‘મારે મારી આખી કહાની કહેવી જોઈએ કે નહીં, એ ખબર નથી’

સોનિયા ગાંધી પોતે જ આ પુસ્તકમાં સમાવાયેલી બાબતો વિશે માહિતી આપી રહ્યાં છે. લાંબા સમય બાદ પુસ્તકના પ્રચાર માટે એક્સ પર સક્રિય થયેલાં સોનિયાએ મંગળવારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેની સાથે કેટલીક પંક્તિઓ લખી હતી.

સોનિયાએ કહ્યું, “જ્યારે આ પુસ્તક બહાર આવશે, ત્યારે તમાશો થવાનો જ છે. છેવટે, બીજા લોકો મારી ‘કહાની’ કહેવામાં દાયકાઓ વિતાવી ચૂક્યા છે. હવે મારો વારો છે.”

વીડિયોમાં આગળ સોનિયા કહે છે, “મને ખબર નથી કે મારે મારી આખી કહાની કહેવી જોઈએ કે નહીં…”

ત્યારબાદ રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે, “જ્યારે મારા પતિને વડાપ્રધાન બનવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારે હું આ નિર્ણયની સંપૂર્ણ વિરુદ્ધ હતી…”

‘મારા વિશે ઘણી ખોટી વાતો લખવામાં આવી છે’

સોનિયા ગાંધીએ કહ્યું કે તેમના વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે, પરંતુ તેમાંની ઘણી વાતો સાચી નહોતી. કેટલીક વાતો જબરદસ્તી ઉમેરવામાં આવી હતી, જ્યારે કેટલીકને વધારીને રજૂ કરવામાં આવી હતી.

તેમણે કહ્યું, “આ બધાને કારણે મને લાગ્યું કે હવે મારે મારી કહાની લખવી જોઈએ અને તે સમયની પરિસ્થિતિઓ જેવી હતી તેવી જ રજૂ કરવી જોઈએ. જે રીતે તે ખરેખર હતી. અથવા એમ કહું કે, હું તેને મારી આવૃત્તિ નહીં કહું, પરંતુ મારી કહાની જરૂર કહીશ.”

તેમણે વધુમાં કહ્યું કે પુસ્તક વાંચ્યા પછી કેટલાક લોકો તેમના વિશેનો અભિપ્રાય બદલી શકે છે, જ્યારે કેટલાક લોકોનો અભિપ્રાય વધુ ખરાબ પણ થઈ શકે છે.

સોનિયાએ કહ્યું, “પરંતુ આ જ સત્ય છે. વસ્તુઓ આવી જ હોય છે. જ્યારે તમે પુસ્તક લખો છો, ત્યારે આવું થાય છે. થોડો તમાશો તો થવાનો જ છે.”

24 ઑક્ટોબરે પણ રાજીવ ગાંધી સાથેની યાદો કરી હતી શેર

આ પહેલાં 24 ઑક્ટોબરે સોનિયા ગાંધી એક્સ પર સક્રિય થયાં હતાં. તે સમયે પણ તેમણે પોતાના પુસ્તકનો પ્રચાર કરતાં રાજીવ ગાંધી સાથેના શરૂઆતના દિવસોની યાદો તાજી કરી હતી. હવે પુસ્તકના પ્રકાશન પહેલાં તેમનાં નિવેદનોને લઈને રાજકીય વર્તુળો અને વાંચનપ્રેમીઓમાં ચર્ચા વધી રહી છે.