calendar_todayOctober 24, 2026
Sonia Gandhi Autobiography: ગ્રીક રેસ્ટોરાંથી શરૂ થઇ પ્રેમકથા...સોનિયા ગાંધીએ વીડિયો શેર કરીને યાદો કરી તાજી
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાના અંગત અનુભવો શેર કર્યા છે. એક વીડિયો સાથેની પોસ્ટમાં તેમણે પોતાની પ્રેમકથાની યાદોને ઉજાગર કરી છે.
મારી લવલાઇફ ગ્રીક રેસ્ટોરન્ટથી....
સોનિયા ગાંધીએ લખ્યું, "મારી પ્રેમયાત્રા કેમ્બ્રિજની એક નાનકડી ગ્રીક રેસ્ટોરન્ટથી શરૂ થઈ હતી. રાજીવ અને મેં પ્રેમ, હાસ્ય અને યાદોથી ભરેલું એક વિશ્વ રચ્યું હતું. 10મી નવેમ્બરે, હું એ વિશ્વ તમારી સાથે વહેંચીશ." આ પોસ્ટ તેમના આગામી આત્મકથાત્મક પુસ્તક 'બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ' (Belonging: A Journey of Love) તરફ નિર્દેશ કરે છે.
10 નવેમ્બરે પબ્લિશ થશે સોનિયા ગાંધીનું પુસ્તક
હાર્પરકોલિન્સ ઇન્ડિયા દ્વારા 10મી નવેમ્બરે પ્રકાશિત થનાર આ પુસ્તકમાં 1965 માં કેમ્બ્રિજ ખાતે રાજીવ ગાંધી સાથેની તેમની મુલાકાત, તેમના લગ્ન, પારિવારિક જીવનના સુખ-દુઃખ અને રાજકારણમાં તેમના પ્રવેશ વિશેની વિગતો આવરી લેવામાં આવશે. વીડિયોના માધ્યમથી સોનિયા ગાંધીએ પોતાની યાદોને અત્યંત ભાવપૂર્ણ અને હૃદયસ્પર્શી રીતે રજૂ કરી છે. આ તેમની પ્રથમ વિસ્તૃત આત્મકથા છે, જેમાં તેમના અંગત જીવનના એવા પાસાઓ સામે આવવાની અપેક્ષા છે જે અગાઉ ક્યારેય જાહેર થયા નથી.
==
ટીઝર કરવામાં આવ્યું હતુ રિલીઝ
અગાઉ પુસ્તકનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં સોનિયા ગાંધીના જીવન અને ગાંધી પરિવારની અંદરની તેમની સફરની ઝલક આપવામાં આવી હતી. ટીઝરમાં સમજાવવામાં આવ્યું હતું કે સોનિયા મૈનો 18 વર્ષની ઉંમરે કેમ્બ્રિજમાં રાજીવ ગાંધીને મળી હતી. ત્રણ વર્ષ પછી, 21 વર્ષની ઉંમરે, તે તેમની સાથે લગ્ન કરવા ભારત આવી હતી.
==
ટીઝરમાં જણાવાયું હતું કે સોનિયાએ ફક્ત તેના લગ્નના દિવસે જ નહીં, પરંતુ તે પછીના દરેક દિવસે આ પરિવારનો ભાગ બનવાનું નક્કી કર્યું. તેણીએ પોતાનો પરિવાર સ્થાપિત કર્યો. બે બાળકોનો ઉછેર કર્યો અને ભારતને પોતાનું ઘર બનાવ્યું. પછી તેણીએ એક એવી દુર્ઘટનાનો સામનો કર્યો જેની કોઈએ તૈયારી કરી ન હતી.
==
21 વર્ષની ઉંમરે, તેણીએ એવી જવાબદારીઓ સ્વીકારી જેની તેણીએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. ટીઝરનો સંદેશ એ હતો કે પ્રેમથી શરૂ થયેલી આ સફર ધીમે ધીમે એક પરિવાર અને પછી સમગ્ર રાષ્ટ્ર સાથેના જોડાણની વાર્તા બની.
આ પણ વાંચો: Sanwaliya Seth: 23 કરોડ રોકડ, 92 કિલો સોનું ચાંદી અને..સાંવરિયા શેઠ મંદિરનો ખૂલ્યો ભંડાર