android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ SOUને જોડતા ધૂળિયા રસ્તાથી લોકો ત્રાહિમામ

calendar_todayAugust 31, 2026

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ SOUને જોડતા ધૂળિયા રસ્તાથી લોકો ત્રાહિમામ

દેશનાવડાપ્રધાન નું ડ્રીમ પ્રોજેટ્ક એવા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ઝઘડિયાતાલુકાના જોડતા રસ્તાઓ ઉપર જવાબદારી તંત્ર નકરી ધૂળ ઉડાડી રહ્યું છે. સજર રસ્તા ઉપર વરસાદ હોય તો કિચડ અને વરસાદ ના હોય તો નકરી ધૂળનું સામ્રાજ્ય કાયમ છે. સતત જબરજસ્ત ઉડતી ધૂળથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગુમાનદેવથી ઉમલ્લા સુધીના સ્થાનિક લોકો આ બાબતે હેરાન પરેશાન થઇ રહ્યા છે.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અંકલેશ્વરથી રાજપીપલા સુધીના ચાર માર્ગીય રસ્તાની કામગીરીને વર્ષો વીતી ગયા છતાં રસ્તા બાબતે કોઇ નક્કર કામગીરી નજરે પડતી નથી. સદર માર્ગ ઉપર ચાર માર્ગીય રસ્તાની કામગીરી તો વર્ષોથી અધૂરી રહી છે. અને તેની સામે હાલ આજ માર્ગને છ માર્ગિય રોડ બનાવવાની તજવીજ તેજ ધરવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ચાર માર્ગીય રસ્તા ઉપર ઉડતી ધૂળને ડામવામાં નિષ્ફળ રહેલું તંત્ર હાલ પોતાની જવાબદારી છુપાવવા માટે સદર રસ્તા ઉપર લીપાપોતી કરી રહ્યું છે. પહેલા જ વરસાદમાં ધોવાય ગયેલા આ રસ્તા ઉપર મેટલ અને ક્વોરી ડસ્ટ પાથરી તંત્ર દ્વારા દેખાવો કરતા આ રસ્તા ઉપર વરસાદ હોય તો કિચડનું સામ્રાજ્ય અને વરસાદની ગેરહાજરીમાં જબરજસ્ત ઘૂળનું વાતાવરણ જામી રહ્યું છે. સતત ઉડતી ધૂળની ડમરીઓથી પંથકનું વાતાવરણ ધૂળીયું જોવા મળી રહ્યું છે. સતત ઉડતી ધૂળથી ઝીરો વિઝીબિલીટીથી અકસ્માતની સંભાવનાઓ પણ વધી રહી છે. સતત ઉડતી ધૂળના સંદર્ભે વાહન ચાલકો સહિત સદર રોડ ઉપર વેપાર કરનાર વેપારી વર્ગ પણ હેરાન પરેશાન થઇ રહ્યો છે. સતત ઉડતી ધૂળ સામે પાણી છાંટવાની નિતી સામે જવાબદાર અધિકારી મામલતદાર અને ગ્રામ પંતાચય પણ પોતાની જવાબદારી સામે ખોખો રમી હોવાનું જણાય રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો