android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sridhar Vembu Divorce Dispute : ભારતનો સૌથી મોંઘા ડિવોર્સ? ઝોહોના સ્થાપક સામે ₹15,000 કરોડનો બોન્ડ

calendar_todayJanuary 9, 2026

Sridhar Vembu Divorce Dispute : ભારતનો સૌથી મોંઘા ડિવોર્સ? ઝોહોના સ્થાપક સામે ₹15,000 કરોડનો બોન્ડ

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં છૂટાછેડાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે એક એવો કેસ સામે આવ્યો છે, જેણે બિઝનેસ જગત અને સામાન્ય લોકો બંનેને ચોંકાવી દીધા છે. ઝોહો કોર્પોરેશનના સહ-સ્થાપક અને ટેક ઉદ્યોગના જાણીતા નામ શ્રીધર વેમ્બુ અને તેમની ભૂતપૂર્વ પત્ની પ્રમિલા શ્રીનિવાસન વચ્ચે ચાલી રહેલો ડિવોર્સ કેસ હાલમાં US કોર્ટમાં ચાલી રહ્યો છે.

આટલા બિલિયનનો બોન્ડ જમા કરવવાનો આદેશ

આ કેસમાં કેલિફોર્નિયાની સુપિરિયર કોર્ટે શ્રીધર વેમ્બુને અંદાજે $1.7 બિલિયન (₹15,000 કરોડથી વધુ) નો બોન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટને શંકા છે કે ડિવોર્સની કાર્યવાહી દરમિયાન વૈવાહિક સંપત્તિનું ગેરરીતે ટ્રાન્સફર થઈ શકે છે, જેથી આ કડક પગલું લેવામાં આવ્યું છે.

પ્રમિલાનો આરોપ

પ્રમિલા શ્રીનિવાસને આરોપ લગાવ્યો છે કે શ્રીધર વેમ્બુએ લગ્ન દરમિયાન બનાવેલી ઝોહો કંપનીમાં પોતાની મોટી હિસ્સેદારી ગુપ્ત રીતે અન્ય એન્ટિટીમાં ટ્રાન્સફર કરી દીધી. તેમના કહેવા મુજબ, આ એન્ટિટી શ્રીધરના લાંબા સમયથી સહયોગી સાથે જોડાયેલી છે. આ ટ્રાન્સફર ત્રણ તબક્કામાં કરવામાં આવ્યો હોવાનું પણ દાવો કરવામાં આવ્યો છે.

પોતાની આવકથી કર્યો સ્પોર્ટ

પ્રમિલાનું કહેવું છે કે તેમણે પોતાની આવકથી શ્રીધરને સપોર્ટ કર્યો હતો જેથી તેઓ નોકરી છોડી પોતાનો બિઝનેસ કરી શકે. પરંતુ છૂટાછેડા માટે અરજી કર્યા બાદ જ તેમને ખબર પડી કે કંપનીમાં શ્રીધર માત્ર 5 ટકા હિસ્સો હોવાનો દાવો કરે છે, જ્યારે બાકીની મોટાભાગની માલિકી તેમના ભાઈ-બહેનો પાસે છે.

 શ્રીધર વેમ્બુએ આરોપોને નકારી કાઢયા

બીજી તરફ, શ્રીધર વેમ્બુએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમનો દાવો છે કે ઝોહોમાં તેમનો હિસ્સો શરૂઆતથી જ માત્ર 5 ટકા રહ્યો છે. ફોર્બ્સ 2025 ની યાદી અનુસાર, વેમ્બુ અને તેના ભાઈ-બહેનો (જેઓ હવે કંપનીના મોટાભાગના શેર (80 ટકાથી વધુ) ધરાવે છે) ની કુલ સંપત્તિ $6 બિલિયન છે. લગભગ ત્રીસ વર્ષના લગ્નજીવન અને યુએસમાં એક પુત્રનો ઉછેર કર્યા પછી, વેમ્બુ 2019 ના અંતમાં ભારત પરત ફર્યા. છૂટાછેડાની કાર્યવાહી 2021 માં શરૂ થઈ.

મોટા કોર્પોરેટ ફેરફારો

કોર્ટએ આ મામલે ઝોહોની વિવિધ એન્ટિટીઝ પર નજર રાખવા માટે એક રીસીવરની નિમણૂક પણ કરી છે અને મોટા કોર્પોરેટ ફેરફારો પર પ્રતિબંધ મૂક્યો છે. જો કોર્ટનો અંતિમ ચુકાદો વેમ્બુ વિરુદ્ધ આવે છે, તો આ ડિવોર્સ ભારતના સૌથી મોંઘા છૂટાછેડામાં સ્થાન મેળવી શકે છે.

આ પણ વાંચો : Knowledge : કૃષ્ણા નદી કેમ ઓળખાય છે ‘ડાયમંડ નદી’ તરીકે? જાણો ઇતિહાસ