android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Statue Of Unityમાં ચાલતી ઇલેક્ટ્રિક બસો સંપૂર્ણ બંધ, ડ્રાઇવરો છેલ્લા છ દિવસથી હડતાલ પર છે, જુઓ Video

calendar_todayJanuary 18, 2026

Statue Of Unityમાં ચાલતી ઇલેક્ટ્રિક બસો સંપૂર્ણ બંધ, ડ્રાઇવરો છેલ્લા છ દિવસથી હડતાલ પર છે, જુઓ Video

ડ્રાઇવરો જૂના વેતનને લઇ છ દિવસથી હડતાલ પર છે અને MLA ચૈતર વસાવાની બસ સંચાલકો સાથે બેઠક નિષ્ફળ ગઈ હોવાની વાત સામે આવી છે, પગાર વધારાની માગ ન સ્વીકરતા ઇલેક્ટ્રિક બસ સેવા બંધ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચાલતી ઈલેક્ટ્રીક બસો સંપૂર્ણ બંધ

ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરો છેલ્લા છ દિવસથી હડતાલ પર છે અને AAP ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે, વસાવાનું કહેવું છે કે, આ જેટલા પણ ડ્રાઇવરો છે તે અસરગ્રસ્તો છે અને આ તમામની જમીન રસ્તા અને આવાસમાં ગઇ છે, અમારા લોકોએ અમારી જમીન આપી છે અને સરકાર રોજગારીના નામે શોષણ કરે છે, મહિના સુધી આંદોલન કરવુ પડે તો એ પણ કરવા માટે તૈયાર છીએ.

પોલીસ પણ અમને શાંતીથી ધરણા કરવા દે : ચૈતર વસાવા

ચૈતર વસાવાનું કહેવું છે કે, પોલીસ હેરાન કરશે તો લડવા પણ તૈયાર છીએ, અમને છંછેડશો તો ગુજરાત બંધનું એલાન આપીશું અને આખા ગુજરાતમાંથી આદિવાસી બોલાવી ધરણા કરીશું, કોઇના વ્હાલા દઉલા થઉ હોય તો ખોટી કાર્યવાહી કરજો.


આ પણ વાંચો : Porbandar News : પોરબંદર શહેરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે રૂ.11.18 કરોડના ખર્ચે રોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું