android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Stock Market Opening: ટ્રમ્પના અલ્ટીમેટમથી શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 1291 પોઇન્ટનો કડાકો

calendar_todayMarch 23, 2026

Stock Market Opening: ટ્રમ્પના અલ્ટીમેટમથી શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 1291 પોઇન્ટનો કડાકો

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે નિફ્ટી50 અને સેન્સેક્સ નકારાત્મક ખૂલ્યા.   સોમવારે એશિયા-પેસિફિક ક્ષેત્રના મોટાભાગના બજારોમાં ઘટાડો જોવા મળ્યો કારણ કે રોકાણકારોએ મધ્ય પૂર્વમાં વધતી જતી સંઘર્ષની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. જાપાનનો નિક્કી 225 3.3 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 4.6 ટકા ઘટ્યો છે.

શેરબજારમાં કડાકો 

ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆતમાં જ જબરદસ્ત કડાકો જોવા મળ્યો. ટ્રમ્પે હોપ્મુઝ સ્ટ્રેટ ખોલના અંગે ઇરાનને ચેતવણી આપી હતી જેને લઇને શેરબજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 1291 પોઇન્ટના ઘટાડા સાથે 73,241.26 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 404.30 પોઇન્ટના વધારા સાથે 22,710.20  અંકે ખૂલ્યો. 

ટ્રમ્પે શું આપી ધમકી ? 

ઉલ્લેખનીય છે કે  ગયા શુક્રવારે, યુએસ S&P 500 અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અનુક્રમે 1.51 ટકા અને 0.96 ટકા ઘટીને બંધ થયા હતા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો યુનાઇટેડ સ્ટેટ્સ 48 કલાકની અંદર ઇરાનના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરશે, તો બ્રેન્ટ ક્રૂડ વધ્યું હતું. જવાબમાં, ઇરાને મધ્ય પૂર્વમાં ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાની ધમકી આપી હતી. બ્રેન્ટનો મે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ 0.66 ટકા વધીને $107.11 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે.