android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Stock Market Opening: ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલથી શેરબજાર ઝૂમી ઉઠ્યુ,  સેન્સેક્સમાં 2,236 પોઇન્ટનો ઉછાળો

calendar_todayFebruary 3, 2026

Stock Market Opening: ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલથી શેરબજાર ઝૂમી ઉઠ્યુ, સેન્સેક્સમાં 2,236 પોઇન્ટનો ઉછાળો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફમાં 18% ઘટાડો કરવાની જાહેરાત કરી. જેનાથી ભારતીય બજારમાં ઉછાળો આવ્યો. મંગળવારે ખુલતા જ સેન્સેક્સ 2,236.55 (2.74%)  પોઈન્ટના ઉછાળા સાથે  83,903.01 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 50 694 પોઈન્ટના ઉછાળા સાથે  25,782.65 અંકે ખૂલ્યો. 

શેરબજારમાં તેજી 

ટ્રેડિંગની શરૂઆતમાં શેરબજારમાં ટોચના 10 શેરબજારોમાં અદાણી પોર્ટ્સ અને રિલાયન્સ ઉપરાંત, બજાજ ફાઇનાન્સ (6.50%), એટરનલ શેર (4.50%), બજાજ ફિનસર્વ (4.31%), ઇન્ડિગો (3.99%), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર (3.95%), સન ફાર્મા (3.63%), ઇન્ફોસિસ (3.50%), ટાઇટન (3%) અને મારુતિ (2.94%) માં તેજી જોવા મળી હતી.

આ શેરમાં રોકેટ ગતિએ તેજી 

ભારત-યુએસ વેપાર સોદા અને ટેરિફમાં 18% સુધી વધારાથી પ્રભાવિત શેરબજારમાં શરૂઆતથી જ ઘણી મોટી કંપનીઓના શેરમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટના શેરમાં 7 ટકાથી વધુનો ઉછાળો આવ્યો, જ્યારે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સનો શેર પણ લગભગ 4 ટકાના વધારા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો.

ભારત અમેરિકા વચ્ચે શું થઇ ટ્રે઼ડ ડીલ ? 

ભારત અને અમેરિકા વચ્ચે એક સોદો થયો છે, જેનાથી ભારત-અમેરિકા વેપાર સોદા અંગે લાંબા સમયથી અટકેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. સોમવારે PM નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા પછી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર વેપાર કરાર વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં, તેમણે પીએમ મોદીની પ્રશંસા કરી અને જાહેર કર્યું, "તાત્કાલિક અસરથી, અમે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર પર સંમત થયા છીએ." તેમણે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફમાં 18% ઘટાડો કરવાની પણ જાહેરાત કરી.

Delhi to varanasi Bullet Train: દિલ્હીથી વારાણસી પહોંચી જવાશે 3.5 કલાકમાં જ..બુલેટ ટ્રેનનુ કાઉન્ટ ડાઉન શરૂ