calendar_todayJanuary 27, 2026
Stock Market Opening: મંગળવારે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 344 પોઇન્ટ ઘટ્યો
એશિયન બજારોમાં મિશ્ર વલણો વચ્ચે ભારતીય શેરબજારો મંગળવારે ભારતીય શેરબજાર લાલ નિશાને ખૂલ્યુ. નિફ્ટી ફ્યુચર્સ સવારે 8 વાગ્યે 95 પોઈન્ટ વધીને 25,185 પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ બેન્ચમાર્ક નિફ્ટી 50 માટે ગ્રીન ઓપનિંગ સૂચવે છે પરંતુ સવારે 9.30 કલાકે શેરબજાર લાલ નિશાનમાં ખૂલ્યું,.
લાલ નિશાનમાં ખૂલ્યું શેરબજાર
સેન્સેક્સ પોઇન્ટના ઘટાડા સાથે અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી પોઇન્ટના ઘટાડા સાથે અંકે ખૂલ્યો. ઉલ્લેખનીય છે તે ભારતીય શેરબજાર સોમવાર, 26 જાન્યુઆરી, 2026 ના રોજ પ્રજાસત્તાક દિવસને કારણે બંધ થયું હતું.
આ પરિબળો શેરબજારને કરી રહ્યા છે અસર
રોકાણકારો ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) ની ઔપચારિક જાહેરાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા સાથે આ નવી ભાગીદારીનો પાયો નાખશે. આ અઠવાડિયે, રોકાણકારો ભારત-યુએસ વેપાર સોદો, યુનિયન બજેટ 2026, યુએસ ફેડરલ રિઝર્વ બેઠક, ત્રીજા ક્વાર્ટરના પરિણામો અને ગ્રીનલેન્ડ સંબંધિત ભૂ-રાજકીય વિકાસ સહિત અનેક મુખ્ય પરિબળો પર નજર રાખશે.
વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ ?
એશિયન શેરબજારોમાં હળવી અસ્થિરતા જોવા મળી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયા પર વધુ ટેરિફ લાદવાની ચેતવણી આપી. આનાથી રોકાણકારોની ચિંતા વધી. શરૂઆતના ઘટાડા પછી, દક્ષિણ કોરિયાનો સ્ટોક ઇન્ડેક્સ સુધર્યો અને લગભગ 0.7 ટકા વધ્યો. છેલ્લા અપડેટ સુધી જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.1 ટકા વધ્યો હતો.
સોમવારે યુએસ શેરબજાર વધારા સાથે બંધ થયા. રોકાણકારો મોટી કંપનીઓના પરિણામો અને આ અઠવાડિયે વ્યાજ દરો પર ફેડરલ રિઝર્વની બેઠકની રાહ જોઈ રહ્યા છે. S&P 500 ઇન્ડેક્સ 0.50 ટકા, નાસ્ડેક કમ્પોઝિટ 0.43 ટકા અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.64 ટકા વધ્યો.
77માં પ્રજાસત્તાક પર્વ પર પીએમ મોદીએ પહેરી આકર્ષક પાઘડી, જુઓ તસવીરો