android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Summer Special Train : ઉનાળાની રજાઓમાં રેલવેની ખાસ પહેલ, 3 મહિના માટે રેલવે સમર સ્પેશિયલ ટ્રેન ચલાવશે

calendar_todayApril 20, 2026

Summer Special Train : ઉનાળાની રજાઓમાં રેલવેની ખાસ પહેલ, 3 મહિના માટે રેલવે સમર સ્પેશિયલ ટ્રેન ચલાવશે

ઉનાળાની રજાઓ દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. આગામી ત્રણ મહિના માટે સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી લાખો મુસાફરોને મોટી રાહત મળશે.


નોર્થ વેસ્ટર્ન રેલવે માટે 2245 ટ્રિપ

રેલવે દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ સમયગાળા દરમિયાન કુલ 18,262 ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવશે. વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે દેશના વિવિધ ઝોનમાં ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં સેન્ટ્રલ રેલવે માટે 3,082 ટ્રિપ્સ, ઇસ્ટ સેન્ટ્રલ રેલવે માટે 2,711 ટ્રિપ્સ અને નોર્થ વેસ્ટર્ન રેલવે માટે 2,245 ટ્રિપ્સ ફાળવવામાં આવી છે.

રૂટની સંપૂર્ણ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

ઉનાળાની રજાઓ દરમિયાન પ્રવાસ, પરિવાર મુલાકાત અને ધાર્મિક યાત્રાઓ માટે મુસાફરોની સંખ્યા નોંધપાત્ર રીતે વધે છે. પરિણામે સામાન્ય ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વધારાની ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી મુસાફરોને આરામદાયક અને સરળ મુસાફરી મળી શકે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સમર સ્પેશિયલ ટ્રેનો મુખ્યત્વે લોકપ્રિય રૂટ્સ પર ચલાવવામાં આવશે, જ્યાં મુસાફરોની માગ સૌથી વધુ રહે છે. સમયપત્રક અને રૂટની સંપૂર્ણ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

ઉનાળાની રજાઓમાં મુસાફરીને વધુ સુવિધાજનક બનશે

રેલવેનું માનવું છે કે આ પહેલથી માત્ર ભીડમાં ઘટાડો નહીં થાય પરંતુ મુસાફરોને સમયસર અને સુગમ યાત્રાનો લાભ પણ મળશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને કામકાજ માટે મુસાફરી કરતા લોકો માટે આ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ભારતીય રેલવેની આ પહેલ ઉનાળાની રજાઓમાં મુસાફરીને વધુ સુવિધાજનક બનાવશે અને દેશભરમાં લાખો યાત્રીઓને સીધી રાહત આપશે.

આ પણ વાંચો : Chhattisgarh Plane Crash : જશપુરમાં ખાનગી વિમાન થયું ક્રેશ, પાયલોટ અને કો-પાયલોટના મોતની આશંકા