android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sunetra Pawar: મહારાષ્ટ્રના પહેલા મહિલા ડેપ્યુટી CM, જાણો સુનેત્રા પવાર કેટલા છે શિક્ષિત ?

calendar_todayJanuary 31, 2026

Sunetra Pawar: મહારાષ્ટ્રના પહેલા મહિલા ડેપ્યુટી CM, જાણો સુનેત્રા પવાર કેટલા છે શિક્ષિત ?

મહારાષ્ટ્રનું રાજકારણ હાલમાં ખૂબ જ સંવેદનશીલ અને ઐતિહાસિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. NCPના વરિષ્ઠ નેતા અને રાજ્યના રાજકારણમાં અગ્રણી વ્યક્તિ અજિત પવારનું તાજેતરમાં બારામતીમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. વિમાન દુર્ઘટના બારામતી ક્ષેત્રમાં બની હતી. ટેકનિકલ કારણો અને ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા ચે. 

નાયબ મુખ્યમંત્રી બનશે સુનેત્રા પવાર 

આ દુ:ખદ ઘટનાએ માત્ર રાજકીય વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાએ માત્ર પવાર પરિવારને જ નહીં પરંતુ મહારાષ્ટ્રના સમગ્ર રાજકીય પરિદૃશ્યને ભારે ફટકો આપ્યો છે. સત્તાના ઉચ્ચ સ્તરે પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવારના મૃત્યુ પછી તેમની પત્ની સુનેત્રા પવારને મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આવો જાણીએ કે સુનેત્રા પવાર કેટલા શિક્ષિત છે. 

કેટલા શિક્ષિત છે સુનેત્રા પવાર ? 

સુનેત્રા પવારને ઉચ્ચ શિક્ષિત નેતા માનવામાં આવે છે. તેમણે એપ્રિલ 1983માં ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીમાંથી બી.કોમ પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે ઔરંગાબાદની એસ.બી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું છે.  તેમણે  કોમર્સમાં સ્નાતક અને વધુ અભ્યાસથી તેમને આર્થિક, વ્યવસ્થાપન અને વહીવટી વિષયોની મજબૂત સમજ મળી.

પર્યાવરણ સંબંધિત અભ્યાસક્રમો અને સામાજિક કાર્યકર

રાજકારણ ઉપરાંત, સુનેત્રા પવારે અનેક સામાજિક અને પર્યાવરણીય અભ્યાસક્રમો પણ કર્યા છે. તેઓ પર્યાવરણીય ફોરમ ઓફ ઈન્ડિયાના સ્થાપક છે, જે એક સંસ્થા છે જે ટકાઉપણું, જળ સંરક્ષણ અને ગ્રામીણ વિકાસ માટે કામ કરે છે. પર્યાવરણીય સંરક્ષણ પર તેમનું ધ્યાન લાંબા સમયથી અગ્રણી રહ્યું છે.

રાજકારણમાં પ્રવેશ અને વર્તમાન ભૂમિકા

  • સુનેત્રા પવારનો જન્મ 18 ઓક્ટોબર, 1963ના રોજ મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં થયો હતો.
  • તેઓ વરિષ્ઠ એનસીપી નેતા પદ્મસિંહ પાટીલના પુત્રી છે.
  • સુનેત્રા પવારે પોતે વારંવાર કહ્યું છે કે તેમના પિતા માત્ર રાજકારણી જ નહીં પરંતુ સ્વતંત્રતા સેનાની પણ હતા અને ગામડાના પાટીલ તરીકે જવાબદારીઓ નિભાવતા હતા.
  • આ કૌટુંબિક મૂલ્યોએ તેમના વ્યક્તિત્વ અને જાહેર જીવનનો પાયો નાખ્યો હતો.
  • સુનેત્રા પવારે 2024ની લોકસભા ચૂંટણી બારામતી બેઠક પરથી તેમની ભાભી સુપ્રિયા સુલે સામે લડ્યા હતા.  પરંતુ તેઓ હારી ગયા હતા.
  • ત્યારબાદ, NCPએ તેમને રાજ્યસભામાં ચૂંટ્યા. તેઓ હાલમાં રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપે છે અને સંસદમાં સક્રિય ભૂમિકા ભજવે છે.

Gold Silver Price Today: એક જ દિવસમાં ચાંદી એક લાખ રૂપિયા સસ્તી, સોનામાં પણ ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ