android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, 15 વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝબ્બે

calendar_todaySeptember 3, 2026

Surat ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, 15 વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝબ્બે

સુરત શહેરના સારોલી વિસ્તારમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો હતો. આ ચકચારી ઘટનામાં સામેલ મુખ્ય આરોપી સલમાન સબીર અલી ગુનો આચર્યા બાદ પોલીસ પકડથી બચવા નાસતો-ફરતો હતો. આ મામલે પીડિત સગીરાના માતા-પિતાએ સારોલી પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, જેણે સફળતાપૂર્વક આરોપીને દબોચી લીધો છે.

સરથાણા પોલીસે હરિયાણાના સોનીપતથી સગીરાને શોધી કાઢી હતી

આ કેસની વિગતો મુજબ, આરોપી સલમાન સબીર અલીએ 15 વર્ષની સગીરાને બહેલાવી-ફોસલાવીને અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની સાથે શારીરિક અતિચાર ગુજાર્યો હતો. બનાવ અંગે જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. સરથાણા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સઘન તપાસ હાથ ધરી હતી અને ભોગ બનનાર સગીરાને હરિયાણાના સોનીપત ખાતેથી સલામત રીતે શોધી કાઢીને તેના પરિવારજનોને સોંપી હતી.

મહારાષ્ટ્રમાં છુપાયેલા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

પીડિતા મળી આવ્યા બાદ પણ આરોપી સલમાન સબીર અલી પોલીસને ચકમો આપીને મહારાષ્ટ્ર ભાગી ગયો હતો અને ત્યાં છુપાયો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમી અને લોકેશનને આધારે મહારાષ્ટ્રમાં દરોડો પાડીને આરોપી સલમાન સબીર અલીની ધરપકડ કરી છે. કાયદાકીય કાર્યવાહી હેઠળ આરોપીને સુરત લાવવામાં આવ્યો છે અને તેની સામે અપહરણ તથા પોક્સો (POCSO) એક્ટ હેઠળ આગળની કાનૂની તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Banaskanthaમાં ફૂડ સેફ્ટી વિભાગનો સૌથી મોટો સપાટો, ફેલ સેમ્પલ મામલે 14 પેઢીઓને રૂ.54 લાખનો જંગી દંડ ફટકાર્યો