android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: ડિજિટલ લૂંટનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, ₹1550 કરોડના સાયબર કાંડનો થયો ખુલાસો

calendar_todayJanuary 28, 2026

Surat: ડિજિટલ લૂંટનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, ₹1550 કરોડના સાયબર કાંડનો થયો ખુલાસો

સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર સેલ દ્વારા આચરવામાં આવેલી પ્રવૃત્તિમાં ₹1550 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડના આરોપી દિવ્યેશ ચક્રાણીને સુરત એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. આ કેસની ગંભીરતા એટલી મોટી છે કે તેના તાર વિદેશી ધરતી સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું.

8 મહિનાની સંતાકૂકડીનો આવ્યો અંત

દિવ્યેશ ચક્રાણી છેલ્લા 8 મહિનાથી પોલીસને થાપ આપી રહ્યો હતો. ધરપકડથી બચવા માટે તે સતત પોતાના લોકેશન બદલી રહ્યો હતો અને નાસતો ફરતો હતો. જોકે, પોલીસની ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી તેને સુરત એરપોર્ટ પર ઉતરતાની સાથે જ દબોચી લેવામાં આવ્યો છે. તેની ધરપકડથી આ કૌભાંડના અન્ય રહસ્યો પરથી પડદો ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

અત્યાર સુધીમાં 30 થી વધુની ધરપકડ

આ માત્ર એક વ્યક્તિનું કામ નહોતું, પરંતુ એક આખું નેટવર્ક હતું. આ અગાઉ સુરત પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરીને કુલ 30 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ગેંગ સામાન્ય લોકોના ડેટા ચોરી કરીને, ફેક કોલ સેન્ટર્સ દ્વારા અથવા ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી હતી.

પોલીસે આગળની તપાસ હાથ ધરી

દિવ્યેશ ચક્રાણીની ધરપકડ બાદ પોલીસ હવે તેના બેંક એકાઉન્ટ્સ, વિદેશી સંપર્કો અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરી રહી છે. આ ₹1550 કરોડ ક્યાં ટ્રાન્સફર થયા અને આમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે, તે અંગે પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરશે. સુરત પોલીસની આ કામગીરી સાયબર ગુનેગારો માટે એક કડક ચેતવણી સમાન છે.

આ પણ વાંચોઃ Mahisagarના વિરપુરમાં મેન્ટેનન્સ કામગીરી દરમિયાન કરંટ લાગતા વીજકર્મીનું મોત