calendar_todayJanuary 31, 2026
Surat : સુમુલ ડેરીની 16 બેઠકનું નવેસરથી સીમાંકન કરવા હાઇકોર્ટનો આદેશ, જિલ્લા કલેક્ટર 3 સપ્તાહમાં મતવિસ્તારોનું સીમાંકન કરે
સુરતની સુમુલ ડેરીની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ ડેવલમેન્ટપૂર્ણ સામે આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટે સુમુલ ડેરીની કુલ 16 બેઠકોનું નવેસરથી સીમાંકન કરીને ત્યારબાદ ચૂંટણી યોજવા આદેશ આપ્યો છે.
મતવિસ્તારોનું સીમાંકન પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચના
સુમુલ ડેરીની કુલ 16 બેઠકોનું નવેસરથી સીમાંકન કરીને ત્યારબાદ ચૂંટણી યોજેશે અને તે માટે કોર્ટે જિલ્લા કલેક્ટરને ત્રણ સપ્તાહની અંદર મતવિસ્તારોનું સીમાંકન પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચના આપી છે.
કઠોર મહિલા દૂધ ઉત્પાદક સંઘે PIL દાખલ કરી હતી
આ મામલે કઠોર મહિલા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા જાહેરહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે સરકારના તાજેતરના જાહેરનામા બાદ સુરત જિલ્લાના ભૌગોલિક સીમાંકનમાં મોટા ફેરફારો થયા છે, છતાં જૂના સીમાંકન આધારે ચૂંટણી યોજવાની તૈયારી થઈ રહી હતી
સુરતની હદમાં અનેક નવા ગામોનો સમાવેશ થયો છે
અરજીની સુનાવણી દરમિયાન કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે સુરતની હદમાં અનેક નવા ગામોનો સમાવેશ થયો છે તેમજ હાલ સુરત જિલ્લામાં કુલ 6 તાલુકાઓનો સમાવેશ થાય છે. આવી બદલાયેલી ભૌગોલિક પરિસ્થિતિમાં જૂની બેઠકરચના જાળવવી યોગ્ય નથી.
કલેક્ટરને ત્રણ સપ્તાહમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું
હાઇકોર્ટે આ મામલે સુમુલ ડેરીની 16 બેઠકનું નવેસરથી સીમાંકન કરવા આદેશ કર્યો છે તેથી જિલ્લા કલેક્ટરને ત્રણ સપ્તાહમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી તથા સીમાંકન કરી ચૂંટણી યોજવા હાઇકોર્ટનો આદેશ કર્યો છે.
દૂધ ઉત્પાદકોમાં આ નિર્ણયને લઈને ચર્ચા
આ આદેશને કારણે સુમુલ ડેરીની ચૂંટણી પ્રક્રિયા પર તાત્કાલિક અસર પડી છે અને હવે નવેસરથી સીમાંકન બાદ જ ચૂંટણી યોજાશે. દૂધ ઉત્પાદકોમાં આ નિર્ણયને લઈને ચર્ચા તેજ બની છે.
આ પણ વાંચો----- Junagadh News : જૂનાગઢમાં 8 માસથી ગુમ વૃદ્ધાના અવશેષો કૂવામાંથી મળ્યા, લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની પોલીસને આશંકા