calendar_todayApril 17, 2026
Surat: પાંડેસરામાં 18 વર્ષ જૂના વિશ્વાસુ સુપરવાઇઝરે પેપર વેપારી સાથે 11 લાખની છેતરપિંડી આચરી
શહેરના પાંડેસરા વિસ્તારમાં એક પેપર વેપારી સાથે તેના જ 18 વર્ષ જૂના વિશ્વાસુ સુપરવાઇઝરે સાથીદારો મળીને 11 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
પેપર વેપારી સાથે છેતરપિંડી
ભોગ બનનાર પેપર વેપારી પાસે તેમનો સુપરવાઇઝર છેલ્લા 18 વર્ષથી કામ કરતો હતો, જેના કારણે વેપારીને તેના પર અતૂટ વિશ્વાસ હતો. સુપરવાઇઝરે અગાઉ વેપારી પાસેથી ઉછીના પૈસા લીધા હતા. આ રકમના બદલામાં તેણે પોતાનું મકાન વેપારીના નામે લખી આપ્યું હતું.
ડબલ ખેલ અને છેતરપિંડી
વેપારીને અંધારામાં રાખીને આ કપટી સુપરવાઇઝરે એ જ મકાન પોતાની સાળીને પણ વેચી માર્યું હતું. એક જ મિલકત બે અલગ-અલગ વ્યક્તિઓને પધરાવી દઈ સુપરવાઇઝરે વેપારી સાથે કુલ ₹11 લાખની મોટી છેતરપિંડી આચરી હતી.