calendar_todayJanuary 8, 2026
Surat: કોસંબામાં 1999માં લૂંટ કરીને ફરાર થયેલો આરોપી 31 વર્ષે રાજસ્થાનથી પકડાયો
સુરતના કોસંબામાં લૂંટના ગુનાનો આરોપી 31 વર્ષે પકડાયો છે. આરોપી બ્રિજભાન લોધી રાજસ્થાનથી ઝડપાઈ ગયો છે. 1999માં આરોપીએ તેના સાગરિતો સાથે મળીને કોસંબા ખાતે અલગ અલગ જગ્યાએ લૂંટ કરી હતી. ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો અને પોલીસથી બચવા માટે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં મજૂરી કરતો હતો. પોલીસને બાતમી મળતાં જ તેને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો.
પોલીસથી બચવા UP, રાજસ્થાનમાં મજૂરી કરતો હતો
સુરત જિલ્લાના કોસંબામાં લૂંટના ગુનામાં છેલ્લા 31 વર્ષથી બ્રિજભાન લોધી પોલીસની પકડથી દૂર હતો. વર્ષ 1999માં આરોપીએ તેના સાગરિતો સાથે મળીને કોસંબા ખાતે અલગ અલગ જગ્યાએ લૂંટ કરી હતી. ત્યાર બાદ આરોપી પોલીસ પકડથી દૂર થઈ ગયો હતો. પોલીસ છેલ્લા ત્રણ દાયકાથી તેને પકડવા મથી રહી હતી. પીસીબી પોલીસને બાતમી મળતાં જ તેને રાજસ્થાનથી ઝડપી લીધો હતો. આરોપીને પીસીબીએ કોસંબા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.