calendar_todayFebruary 7, 2026
Surat મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ 2026-27, મિલકતના સામાન્ય વેરામાંથી વિધવા, માતા-બહેનોને સંપૂર્ણ મુક્તિ
સુરત મહાનગરપાલિકાની સ્થાઈ સમિતિના ચેરમેન દ્વારા 2026-27 માટેનો ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં 708 કરોડનો વધારો કરીને કુલ 11,301 કરોડ રૂપિયાની ડ્રાફ્ટ બજેટને મંજૂર કરવામાં આવ્યું છે.
મિલકતના સામાન્ય વેરામાંથી વિધવા, માતા-બહેનોને સંપૂર્ણ મુક્તિ
બજેટમાં સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત મિલકતના સામાન્ય વેરામાંથી વિધવા, માતા-બહેનોને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
મહત્વપૂર્ણ આયોજન અને ફાયદા
રજૂ કરાયેલા બજેટ મુજબ બીઆરટીએસ બસમાં સિનિયર સીટિઝન માટે મફત પાસ આપવામાં આવશે તથા સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે હાટ-મેળાનું આયોજન કરાશે.
માન્ય ધાર્મિક સંપ્રદાયોને પાયાની સુવિધાઓ માટે 25 કરોડ ફાળવાયા
માન્ય ધાર્મિક સંપ્રદાયોને પાયાની સુવિધાઓ માટે 25 કરોડ ફાળવાયા, જેમાં પથ્થર, રોડ, ડ્રેનેજ, વોટર કુલર અને સોલાર પેનલનો સમાવેશ થાય છે.
અઠવા ઝોનમાં મહિલાઓ માટે સ્વિમિંગ પુલ બનશે
સુરત મહાનગરપાલિકા ના બધા ઝોનમાં નવા આધારકાર્ડ સેન્ટર ખોલવામાં આવશે. તો મોટા વરાછા અને લીંબાયતમાં સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન છે જ્યારે અઠવા ઝોનમાં મહિલાઓ માટે સ્વિમિંગ પુલ નિર્માણ થશે.
લીંબાયત અને રાંદેરમાં નવા પંપિંગ સ્ટેશન ઉભા કરાશે
ઉપરાંત લીંબાયત અને રાંદેરમાં નવા પંપિંગ સ્ટેશન ઉભા કરાશે અને ટીબી મુક્ત સુરત માટે નિ:શુલ્ક બેઝિક લેબોરેટરી તપાસ અને પોર્ટેબલ એક્સ-રેની વ્યવસ્થા રહેશે.
છાપરાભાઠા ખાડી પર RCC પ્રોટેક્ટ દિવાલનું નિર્માણ
હિન્દૂ મિલન મંદિર પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવાશે. કતારગામ ઝોનમાં છાપરાભાઠા ખાડી પર RCC પ્રોટેક્ટ દિવાલનું નિર્માણ કરાશે. આ બજેટથી શહેરના વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને સામાન્ય નાગરિકોને સીધી રાહત મળશે અને સુરતના સ્થાનિક અર્થતંત્રને વધુ પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો---- Patan : ઠાકોર સમાજના બંધારણના ફરી ધજાગરા ઉડ્યા, શંખેશ્વરમાં DJના તાલે જન્મદિવસની ઉજવણી કરાઇ