android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: સચિન હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ટ્રકે બાઈકને અડફેટે લેતા 23 વર્ષીય યુવતીનું કરુણ મોત

calendar_todayApril 6, 2026

Surat: સચિન હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ટ્રકે બાઈકને અડફેટે લેતા 23 વર્ષીય યુવતીનું કરુણ મોત

સુરતના સચિન હાઈવે પર ફરી એકવાર બેફામ દોડતા વાહનોએ નિર્દોષનો બલી લીધો છે. સચિન વાંજ ગામ પાસે સર્જાયેલા ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યો ભોગ બન્યા છે. પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

 સચિન હાઈવે પર હિટ એન્ડ રન

મળતી માહિતી મુજબ, સચિન વાંજ ગામ પાસેથી એક બાઈક પર પરિવારના ત્રણ સભ્યો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી એક બેફામ ટ્રકે બાઈકને જોરદાર અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર 23 વર્ષીય લક્ષ્મી રમેશભાઈ રાઠોડનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

માતાની હાલત નાજુક

અકસ્માતમાં મૃતક લક્ષ્મીના માતા હંસાબેન સહિત અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં માતા હંસાબેનની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટ્રક ચાલક ફરાર, પોલીસ તપાસ તેજ

અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને ટ્રક ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા જ સચિન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓની મદદથી તેને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Vadodara: RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ