calendar_todayAugust 26, 2026
Surat: ઉત્રાણ વિસ્તારમાં રાત્રિના સમયે મોંઘા બૂટની ચોરી કરતો ચોર ઝડપાયો, 25 જોડી શૂઝ જપ્ત
સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિના સમયે રહાણા વિસ્તારો અને સોસાયટીઓમાંથી મોંઘા બ્રાન્ડેડ બૂટ ગાયબ થવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલે ઉત્રાણ પોલીસ મથકની ટીમે તપાસ હાથ ધરી હતી. સ્થાનિક સોસાયટીઓમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ તપાસતાં એક શંકાસ્પદ યુવક રાત્રિના અંધારામાં ઘર આંગણે મૂકેલા બૂટ ચોરી કરતો નજરે પડ્યો હતો.
રાત્રિના સમયે મોંઘા બૂટની ચોરીઓ કરતો
સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે ઉત્રાણ પોલીસે ચોક્કસ ઓળખ મેળવીને આરોપી રેહાન શેખને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરીને તેની પાસેથી ચોરી કરેલા રૂ. 20,000 ની કિંમતના 25 જોડી મોંઘા બૂટ (શૂઝ) જપ્ત કર્યા છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આરોપી રેહાન શેખ છેલ્લા બે અઠવાડિયાથી ઉત્રાણ વિસ્તારની વિવિધ સોસાયટીઓને નિશાન બનાવીને રાત્રિના સમયે મોંઘા બૂટની ચોરીઓ કરતો હતો.
પોલીસની આગળની કાર્યવાહી
ઉત્રાણ પોલીસે આરોપી રેહાન શેખ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને તેની અટકાયત કરી છે. આરોપી આ ચોરાઉ બૂટ કોને વેચતો હતો અથવા ક્યાં છુપાવતો હતો તે અંગે આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.