calendar_todayJanuary 20, 2026
Surat ટેકસટાઇલ માર્કેટની 285 દુકાનોને સીલ કરાઇ, પ્રોપર્ટી ટેક્સ નહીં ભરતા વેપારીઓ સામે કાર્યવાહી
સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટની 285 દુકાનોને પ્રોપર્ટી ટેક્સ ન ભરવાના કારણે સીલ કરવામાં આવી છે.
વારંવાર નોટિસ બાદ ટેક્સ નહીં ભરતા કાર્યવાહી
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને દુકાન ધારકોને પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે વારંવાર નોટિસ આપ્યા હોવા છતાં ટેક્સ ન ભરતા આ કડક કાર્યવાહી કરાઇ છે.
વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો
પાલિકાની સખ્ત કાર્યવાહી અને દંડ ભરણાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. દુકાનો સીલ થવા બાદ 205 વેપારીઓએ તાત્કાલિક સ્થળ પર જ પ્રોપર્ટી ટેક્સ ભરવાની કાર્યવાહી કરી, જેના દ્વારા પાલિકાએ રૂ. 1,52,83,000 ની વસૂલાત કરી.
ટેક્સ ન ભરતા વેપારીઓ સામે સખત પગલાં લેવાશે
પાલિકા અધિકારીઓએ જણાવ્યું કેભવિષ્યમાં પણ ટેક્સ ન ભરતા વેપારીઓ સામે સખત પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો---- Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે