android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat માં રોંગમાં આવતા બાઈકને કારણે અકસ્માત!, સીટી બસ નીચે કચડાતા 29 વર્ષીય યુવાનનું કરુણ મોત

calendar_todayJanuary 9, 2026

Surat માં રોંગમાં આવતા બાઈકને કારણે અકસ્માત!, સીટી બસ નીચે કચડાતા 29 વર્ષીય યુવાનનું કરુણ મોત

સુરતના કતારગામ વિસ્તારમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવાની લાયમાં એક ૨૯ વર્ષીય આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો યુવાન પોતાનું બાઈક લઈને રોંગ સાઈડમાં આવી રહ્યો હતો, ત્યારે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લિપ થઈ ગયું હતું. આ દરમિયાન બાજુમાંથી પસાર થઈ રહેલી સીટી બસના પાછળના ટાયર નીચે યુવાન આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે જોઈને કોઈપણ ધ્રૂજી ઉઠે તેમ છે.

બસનું ટાયર ફરી વળ્યું...

મૃતક યુવાનની ઓળખ હીરાના કારખાનેદાર તરીકે થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનને હોસ્પિટલ પહોંચાડવાનો પણ સમય મળ્યો ન હતો. આ ઘટનાને પગલે કતારગામ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને રોંગ સાઈડમાં વાહન હંકારવું કેટલું જોખમી હોઈ શકે છે, તે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે. યુવાનના અકાળે અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ પણ વાંચો : Surat મનપાની ગંભીર બેદરકારી પર CMની લાલ આંખ, ગટર અને પીવાની પાણીની લાઈન જોડે નાખતા મચ્યો હોબાળો