android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat : ઓરિસ્સાથી ટ્રકના 'ચોરખાના'માં છુપાવી લવાતો 321 કિલો ગાંજો ઝડપાયો, 1.76 કરોડનો મુદ્દામાલ જપ્ત

calendar_todayApril 14, 2026

Surat : ઓરિસ્સાથી ટ્રકના 'ચોરખાના'માં છુપાવી લવાતો 321 કિલો ગાંજો ઝડપાયો, 1.76 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ નશાના કારોબારીઓ સામે લાલ આંખ કરી છે. બાતમીના આધારે પલસાણા ચોકડી પાસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને પોલીસે એક ટ્રકમાંથી ₹32.10 લાખની કિંમતનો 321 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

ટ્રકમાં બનાવેલા ખાસ 'ચોરખાના'માંથી મળ્યો જથ્થો

પકડાયેલા આરોપીઓ સાહિલ પઠાણ અને અફરોઝ પઠાણ (બંને રહેવાસી-મહારાષ્ટ્ર) ઓરિસ્સાના ખુરદા નજીકથી ગાંજાનો આ મસમોટો જથ્થો લઈને સુરત આવી રહ્યા હતા. પોલીસને થાપ આપવા માટે ટ્રકની બોડીમાં ખાસ 'ચોરખાના' બનાવવામાં આવ્યા હતા. જોકે, એસઓજીની ટીમે સચોટ બાતમીના આધારે પલસાણા ચોકડી પર ટ્રકને આંતરી હતી અને ઝીણવટભરી તપાસ કરતા અંદરથી ગાંજાની ગુણીઓ મળી આવી હતી.

કરોડોનો મુદ્દામાલ અને વોન્ટેડ આરોપીઓ

પોલીસે ગાંજો, ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1,76,39,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ જથ્થો સુરત શહેરમાં સપ્લાય કરવાનો હતો. આ રેકેટમાં સંડોવાયેલા અન્ય ચાર શખ્સોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સુરત જિલ્લા પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો----      Local Body Elections 2026 : મંત્રી ઋષિકેશ પટેલના કોંગ્રેસ પર પ્રહાર, મહેસાણામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ વિખેરાઈ, વિપક્ષ પાસે ઉમેદવાર જ ન હોવાનો દાવો