calendar_todayFebruary 26, 2026
Surat: ડાયમંડ બુર્સમાં અખાત્રીજથી મંગલ પ્રારંભ, 500થી વધુ વેપારીઓ સામૂહિક રીતે ઓફિસો શરૂ કરશે
વિશ્વના સૌથી મોટા વ્યાપારી સંકુલ તરીકે જાણીતું 'સુરત ડાયમંડ બુર્સ' (SDB) ફરી એકવાર પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થવા તરફ જઈ રહ્યું છે. આગામી અખાત્રીજના પવિત્ર દિવસથી હીરા ઉદ્યોગના દિગ્ગજ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ સામૂહિક રીતે પોતાની ઓફિસો શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી ખજોદ વિસ્તારમાં આવેલું આ બુર્સ ફરીથી ધમધમતું થશે.
સુરત ડાયમંડ બુર્સમાં ફરી જામશે રોનક
હીરા ઉદ્યોગના જાણીતા LB ગ્રુપના 500થી વધુ વેપારીઓએ એકસાથે SDBમાં પોતાની ઓફિસો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સામૂહિક સ્થળાંતરને કારણે બુર્સમાં વેપારની ગતિ તેજ બનશે. હીરા ઉદ્યોગના અનેક અગ્રણી ઉદ્યોગપતિઓએ પણ હવે સત્તાવાર રીતે SDBમાં સ્થળાંતર કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.