android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: ગજેરા ગ્રુપ પર 6 દિવસીય IT મેગા સર્ચ પૂર્ણ, કરોડોના બેનામી વ્યવહારો અને દસ્તાવેજો જપ્ત

calendar_todayFebruary 3, 2026

Surat: ગજેરા ગ્રુપ પર 6 દિવસીય IT મેગા સર્ચ પૂર્ણ, કરોડોના બેનામી વ્યવહારો અને દસ્તાવેજો જપ્ત

સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ અને ગજેરા ગ્રુપ પર આવકવેરા વિભાગ (IT) દ્વારા કરવામાં આવેલી મેગા સર્ચ કામગીરી આખરે 6 દિવસના લાંબા સમયગાળા બાદ પૂર્ણ થઈ છે. સુરતના ડાયમંડ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં આ દરોડાએ ભારે ખળભળાટ મચાવી દીધો છે. તપાસના અંતે વિભાગે કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા છે.

સુરતમાં ગજેરા ગ્રુપમાં IT વિભાગની કાર્યવાહી

ગજેરા ગ્રુપ પરની આ કાર્યવાહી છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહી હતી. તપાસ દરમિયાન આઈટી વિભાગના અધિકારીઓએ વસંત ગજેરા અને તેમના સહયોગીઓના રહેઠાણ તેમજ ઓફિસ સ્થળોએ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ રકમ, દાગીના અને ખાસ કરીને જમીનને લગતા કરોડો રૂપિયાના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે.

CA સામેના આક્ષેપો અને અસહકાર

આ સમગ્ર કેસમાં સૌથી વધુ ચર્ચા વસંત ગજેરાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ની થઈ રહી છે. આઈટી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન CA દ્વારા અધિકારીઓને પૂરતો સહકાર આપવામાં આવ્યો ન હતો. અધિકારીઓના પ્રશ્નોના ગોળ-ગોળ જવાબ આપવા અથવા વિગતો છુપાવવાનો પ્રયાસ કરવા બદલ આઈટી વિભાગે CA સામે પણ કડક કાર્યવાહીના સંકેતો આપ્યા છે.

હવાલા નેટવર્ક અને કરચોરીની શંકા

આઈટી વિભાગને આશંકા છે કે ગજેરા ગ્રુપ દ્વારા ડાયમંડની ખરીદી માટે હવાલા મારફતે મોટા પ્રમાણમાં નાણાંની હેરફેર કરવામાં આવી છે. તપાસ દરમિયાન કેટલાક એવા શંકાસ્પદ વ્યવહારો પણ મળી આવ્યા છે જે હિસાબી ચોપડે નોંધાયેલા નથી.

આ પણ વાંચો:Surat : તંદુરસ્તી માટે પીવાતા નીરાના સેમ્પલ ફેલ, નીરામાં ધારાધોરણ કરતા ઓછી ગુણવતા મળી આવી