android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: ઉધનામાં બેફામ કાર ચાલકે મચાવ્યો કહેર: 7 થી 8 ગાડીઓને અડફેટે લેતા અફરાતફરી, 1 ઈજાગ્રસ્ત

calendar_todaySeptember 5, 2026

Surat: ઉધનામાં બેફામ કાર ચાલકે મચાવ્યો કહેર: 7 થી 8 ગાડીઓને અડફેટે લેતા અફરાતફરી, 1 ઈજાગ્રસ્ત

સુરત શહેરમાં માર્ગ અકસ્માત અને બેફામ વાહન હંકારવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના ઉધના વિસ્તારમાં આજે એક રફ્તારના કહેરની ગંભીર ઘટના સામે આવી છે. ઉધના ખાતે એક બેફામ કાર ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં માર્ગ પર પાર્ક કરેલી તથા પસાર થતી 7 થી 8 ગાડીઓને એકપછી એક અડફેટે લીધી હતી.

અકસ્માતમાં 1 કાર ચાલકને ગંભીર ઈજાઓ

આ ભયાનક અકસ્માતમાં 1 કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કાર અથડાવાના જોરદાર અવાજો આવતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Surat Accident: Reckless Driver Hits 7 to 8 Vehicles in Udhna, 1 Injured

કાર ચાલકને સારવાર માટે ખસેડાયો

સ્થાનિકોએ ભેગા થઈને ઈજાગ્રસ્ત કાર ચાલકને કારમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

Surat Accident: Reckless Driver Hits 7 to 8 Vehicles in Udhna, 1 Injured

લોકોના ટોળાં એકઠા થઈ ગયા 

અકસ્માતને પગલે માર્ગ પર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિ થાળે પાડીને અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો  :     Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ