calendar_todayJanuary 12, 2026
Surat : અલથાણમાં ખાણીપીણીની 74 દુકાનોમાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, ગંદકી અને આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન થતાં કડક કાર્યવાહી
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આરોગ્ય વિભાગે ખાણીપીણીની 74 દુકાનો પર સરપ્રાઈઝ ચેકિંગ કર્યું. તપાસ દરમિયાન કેટલીક દુકાનોમાં ગંદકી અને આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન થતાં કડક કાર્યવાહી હાથ ધરાઈ.
6 દુકાનોને બંધ કરાવાઇ અને 10 દુકાનોને નોટિસ અપાઇ
ચેકિંગ દરમિયાન 6 દુકાનોને બંધ કરાવાઇ અને 10 દુકાનોને નોટિસ આપવામાં આવી. તેમજ 7 કિલોગ્રામ અખાદ્ય પદાર્થો જપ્ત કરીને સ્થળ પર જ નાશ કરાયો હતો. આ સાથે આરોગ્ય નિયમોના ભંગ બદલ કુલ રૂ. 54,000 દંડ પણ વસૂલાયો.
આરોગ્ય વિભાગની સતર્કતા
આ ચેકિંગથી ખાણીપીણીના ક્ષેત્રમાં ગંદકી અને સુરક્ષા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા આરોગ્ય વિભાગની સતર્કતા સાબિત થઈ રહી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ લોકોએ પણ ભોજન ખરીદતી વખતે સાફસફાઈ અને ગુણવત્તા પર ધ્યાન આપવાની અપીલ કરી છે.
આ પણ વાંચો---- Ahmedabad : જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદની મુલાકાતે, મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય યોજશે બેઠક