android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: દિવાળી-છઠ્ઠ પૂજાના ધસારાને પહોંચી વળવા ઉધનાથી 9 વિશેષ ટ્રેનોનું સંચાલન, સ્ટેશને ખાસ યાત્રી સુવિધા કેન્દ્ર કાર્યરત

calendar_todayNovember 1, 2026

Surat: દિવાળી-છઠ્ઠ પૂજાના ધસારાને પહોંચી વળવા ઉધનાથી 9 વિશેષ ટ્રેનોનું સંચાલન, સ્ટેશને ખાસ યાત્રી સુવિધા કેન્દ્ર કાર્યરત

દિવાળી અને આસ્થાના મહાપર્વ છઠ્ઠ પૂજાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પરપ્રાંતીય શ્રમિકો અને પરિવારોનો વતન જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સ્ટેશન પરિસર અને પ્લેટફોર્મ પર મુસાફરોનો જાણે મહાસાગર ઊમટ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. ભારે ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરો હેમખેમ વતન પહોંચી શકે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ દોડનારી ૯ જેટલી વિશેષ (ફેસ્ટિવલ સ્પેશિયલ) ટ્રેનો શરૂ કરવામાં આવી છે. ગઈકાલ સાંજથી જ એક પછી એક વિશેષ ટ્રેનો રવાના થવાનું શરૂ થઈ જતાં મુસાફરો સાથે રેલવે પ્રશાસનને પણ મોટી રાહત મળી છે.

યુપી-બિહાર માટે 9 વિશેષ ટ્રેનો

 નિયમિત ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ હોવાને કારણે પટના, દાનાપુર, ગોરખપુર, વારાણસી અને છપરા તરફ જનારા પ્રવાસીઓ માટે ખાસ 9 ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ગઈકાલ સાંજથી જ વિશેષ ટ્રેનોનું સંચાલન શેડ્યૂલ મુજબ તબક્કાવાર શરૂ કરી દેવાયું છે, જેથી સ્ટેશન પર એકસાથે ભીડ એકત્રિત ન થાય અને અફરાતફરીની સ્થિતિ નિવારી શકાય.કતારબદ્ધ મુસાફરોને જનરલ કોચમાં પ્રવેશ મળે અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે.

શૌચાલય-બાથરૂમની વિશેષ વ્યવસ્થા

રેલવે પ્રશાસન દ્વારા ઉધના સ્ટેશન પરિસરમાં એક અદ્યતન યાત્રી સુવિધા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે.ટ્રેનની રાહ જોઈ રહેલા હજારો મુસાફરો માટે મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ સુવિધાયુક્ત શૌચાલય, સ્નાન માટે બાથરૂમ અને વોશબેસિનની સ્વચ્છ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ છે.પીવાના શુદ્ધ પાણી તેમજ સતત એનાઉન્સમેન્ટ મારફતે ટ્રેનોના સમય અને પ્લેટફોર્મ નંબરની સચોટ માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Surat: ખજોદના કચરાના ડુંગરો હટાવવા SMC નો મેગા પ્લાન! બેદરકાર એજન્સીના કરોડોના બિલ અટકાવાયા