android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Suratની હવામાં ઝેર, ઠંડી સાથે પ્રદૂષણનો બેવડો પ્રહાર, AQI 279 ને પાર!

calendar_todayJanuary 18, 2026

Suratની હવામાં ઝેર, ઠંડી સાથે પ્રદૂષણનો બેવડો પ્રહાર, AQI 279 ને પાર!

સુર શહેરમાં ઠંડીની શરૂઆત સાથે જ હવા પ્રદુષણની ગંભીર સમસ્યા ઉભી થઇ છે. વહેલી સવારે જોવા મળતું ધુમ્મસ હવે માત્ર ભેજ નહીં પરંતુ હાનિકારક કણો ધરાવતું સ્મોગ બની ચૂક્યું છે.તાજેતરના આંકડા મુજબ સુરતનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ 279ને પારી કરી ગયો છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નબળી શ્રેણીમા ગણવામાં આવી રહ્યુ છે.

શહેરના અલગ અલગ વિસ્તારનો AQI

ખટોદરામાં સૌથી વધુ પ્રદુષણ જોવા મળ્યુ છે. જ્યાં AQI 250 સુધી પહોંચ્યો છે

કતારગામમાં પણ હવા શુદ્ધ નથી. જ્યાં AQI 209 નોંધાવા પામ્યો છે.

પાંડેસરા અને અલથાણમાં પણ હવા શુદ્ધ નથી. પાંડેસરામાં 205 અને અલથાણમાં 200 AQI નોંધાયો છે.

સચિનમાં ઔદ્યોગિક વસાહત હોવા છતાં અહીં AQI 199 ની આસપાસ છે, જે હજુ પણ જોખમી સ્તરની નજીક છે.

પ્રદૂષણ વધવાના કારણો અને અસરો

શિયાળાની ઋતુમાં હવાનું સ્તર નીચે રહેતું હોવાથી વાહનોનો ધુમાડો, બાંધકામની ડસ્ટ અને ઉદ્યોગોના ઉત્સર્જન હવામાં જમા થાય છે. નિષ્ણાતોના મતે, 200 થી ઉપરનો AQI ફેફસાની બીમારી, અસ્થમા અને હૃદયના દર્દીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને વહેલી સવારે વોકિંગ કે કસરત કરવા નીકળતા લોકોએ માસ્કનો ઉપયોગ કરવો હિતાવહ બન્યો છે.

નાગરિકો માટે ચેતવણી

સુરતની હવામાં સતત વધી રહેલા આ પ્રદૂષણને જોતા આરોગ્ય વિભાગ દ્વારા નાના બાળકો અને વૃદ્ધોને વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું ટાળવા અથવા પૂરતી સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી રહી છે. જો આગામી દિવસોમાં પવનની ગતિ નહીં વધે, તો પ્રદૂષણનું સ્તર હજુ વધુ ખરાબ થવાની ભીતિ છે.

આ પણ વાંચોઃ Anand: બોરસદ નગરપાલિકામાં હાજરીકાંડ,રજાના દિવસે પણ ઓન ડ્યુટી બતાવી ચૂકવાયો પગાર