calendar_todayJanuary 3, 2026
Surat માં પાટીદારોનું શક્તિ પ્રદર્શન, મોટા વરાછામાં CM અને DyCM ની હાજરીમાં યોજાશે ભવ્ય સન્માન સમારોહ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. મહત્વની વાત એ છે કે, તાજેતરમાં જ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી (DyCM) તરીકે પદભાર સંભાળનાર હર્ષ સંઘવી પણ આ સમારોહમાં હાજરી આપશે. પાટીદાર સમાજના આ શક્તિ પ્રદર્શન અને સન્માન સમારોહને લઈને સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ સંગઠન અને સરકારમાં મહત્વની જવાબદારીઓ સંભાળતા પાટીદાર અગ્રણીઓનું અહીં જાહેર અભિવાદન કરવામાં આવશે.
સંગઠનના હોદ્દેદારોનું થશે સન્માન
આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી નેતા જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓ મંચ પર બિરાજમાન થશે. મોટા વરાછા ખાતે યોજાનારા આ સમારોહમાં પાટીદાર સમાજના હજારો લોકો ઉમટી પડવાની શક્યતા છે. ખાસ કરીને ભાજપ સંગઠનમાં નવી જવાબદારીઓ મેળવનાર સમાજના રત્નોને સન્માનિત કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવશે. આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો મર્યાદિત ન રહેતા, આગામી સમય માટે સમાજની એકતા અને સંગઠન શક્તિનો પરિચય પણ આપશે.
આ પણ વાંચો : Ahmedabad News : વાહનચાલકોમાં રોષ, 'થિગડાં મારીને સંતોષ માનતા' તંત્ર સામે દધિચી બ્રિજ પર જનતાનો આક્રોશ