android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat: સચિન સેઝમાં DRI ના દરોડામાં કરોડોની જ્વેલરી સીઝ, એક્સપોર્ટ થતા 16 પાર્સલ અટકાવ્યા

calendar_todayApril 23, 2026

Surat: સચિન સેઝમાં DRI ના દરોડામાં કરોડોની જ્વેલરી સીઝ, એક્સપોર્ટ થતા 16 પાર્સલ અટકાવ્યા

સુરતના સચિન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માં DRI દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DRI ની ટીમે શંકાના આધારે વિદેશ એક્સપોર્ટ થઈ રહેલી કરોડોની કિંમતની જ્વેલરી સીઝ કરી છે. આ કાર્યવાહીને પગલે સેઝના જ્વેલરી એકમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સચિન સેઝમાં DRI ના દરોડા

મળતી માહિતી મુજબ, DRI ને બાતમી મળી હતી કે સચિન સેઝમાંથી વિદેશ મોકલવામાં આવી રહેલા જ્વેલરીના પાર્સલમાં ગેરરીતિ થઈ રહી છે. આ બાતમીના આધારે ટીમે દરોડો પાડીને વિદેશ જઈ રહેલા 16 જેટલા પાર્સલો અટકાવી દીધા હતા. આ પાર્સલોમાં કરોડોની કિંમતની જ્વેલરી હોવાનું જાણવા મળ્યું છે, જેને હાલ તપાસ અર્થે સીઝ કરવામાં આવી છે.

જ્વેલરીના 16 પાર્સલ સીઝ કરાયા

પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, હોંગકોંગથી હીરા મંગાવવામાં આવ્યા હતા અને તેની જ્વેલરી બનાવીને ફરીથી વિદેશ એક્સપોર્ટ કરવાની તૈયારી હતી. આ પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ અને કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે કે કેમ, તે દિશામાં DRI એ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Morbi: નાની વાવડી ગામે ખોટી ઉઘરાણીના નામે મહિલા વેપારી સાથે માથાકૂટ, લોકો પર સ્કોર્પિયો ચડાવવાનો પ્રયાસ