android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: સુરત અને તાપીના 1200 શ્રદ્ધાળુઓ સોમનાથ જશે, હર્ષ સંઘવીના હસ્તે સ્પેશિયલ ટ્રેનને ફ્લેગ ઓફ અપાશે

calendar_todayJanuary 8, 2026

Surat News: સુરત અને તાપીના 1200 શ્રદ્ધાળુઓ સોમનાથ જશે, હર્ષ સંઘવીના હસ્તે સ્પેશિયલ ટ્રેનને ફ્લેગ ઓફ અપાશે

સોમનાથમાં આજથી જ સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. જેનાથી સોમનાથ પરિસર ગૂંજી ઉઠ્યું છે. ત્યારે ભાજપના કાર્યકરો અને શ્રદ્ધાળુઓને સોમનાથ મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતથી આજે વેરાવળ માટેની સ્પેશિયલ ટ્રેનને ફ્લેગ ઓફ આપવામાં આવશે. વડાપ્રધાન મોદી પણ સોમનાથમાં સ્વાભિમાન પર્વમાં હાજરી આપવાના છે.

સુરતથી વેરાવળ સ્પેશિયલ ટ્રેનને ફલેગ ઓફ

સુરતથી વેરાવળ સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવશે. સુરત અને તાપી જિલ્લાના 1200થી વધુ શ્રદ્ધાળુઓ આ ટ્રેનમાં સોમનાથ દાદાના દર્શને જશે. સોમનાથમાં આઠમીથી 11મી જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વ યોજાઈ રહ્યો છે. ગઈકેલ અમદાવાદથી ભાજપના કાર્યકરો સોમનાથ ખાતે ટ્રેનમાં પહોંચ્યા હતાં. આજે સોમનાથમાં ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં અને ઓમકાર જાપથી સમગ્ર સોમનાથ પરિસર ગૂંજી ઉઠ્યું હતું.


આ પણ વાંચોઃ Gandhinagar: રોજ એક જિલ્લાના SP અને રેન્જ IG સાથે રાજ્યના DGP બેઠક કરશે