android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News : સુરતમાં નબીરાએ 150થી વધુની સ્પીડે કાર હંકારી સર્જાયો અકસ્માત, પૈસાદાર બાપના છોકરાઓએ રોડ લીધો હતો માથે

calendar_todayJanuary 2, 2026

Surat News : સુરતમાં નબીરાએ 150થી વધુની સ્પીડે કાર હંકારી સર્જાયો અકસ્માત, પૈસાદાર બાપના છોકરાઓએ રોડ લીધો હતો માથે

નબીરા મંથન પટેલ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો વેસુ પોલીસે નોંધ્યો છે અને રેસના ચક્કરમાં 3 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત અને 150થી વધુની સ્પીડે કાર હંકારી અકસ્માત સર્જ્યો હોવાની વાત છે, કાર વચ્ચે રેસ લાગી હતી અને તેમાં આ અકસ્માત સર્જાયો છે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને કોઈ મોત પણ થયું ન હોવાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વેસુ VIP રોડ પર 3 જેટલા લાઈટ પોલને નુકસાન

નબીરો મંથન પટેલ કાર ચલાવતો હોવાનું ખુલ્યું છે અને રોડ પર રહેલા લાઈટના પોલને પણ નુકસાન થયું છે, મંથન પટેલ સાથે ઋષિ પટેલ કારમાં સવાર હતો અને YPD મેરેજ હોલમાં સગાઇમાં દારૂ પાર્ટી કરી હતી કે નહી તેને લઈ પોલીસ તપાસ કરી રી છે, અમેરિકાથી આવેલો મિત્ર દારૂની બોટલ લાવ્યો હતો તેવી વાત પણ સામે આવી છે અને અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલ ગાયબ થઇ છે, અકસ્માત સ્થળેથી માત્ર ગ્લાસ મળી આવતા પોલીસ પર પણ સવાલો ઉભા થયા છે.

અકસ્માત સર્જેલી કારની સાફ સફાઈ કરવામાં આવી

સુરત શહેરમાં નબીરાઓએ ફરી બેફામ બની અકસ્માત સર્જ્યો છે, વેસુ VIP રોડ પર બેફામ મહિન્દ્રા BE-6 અને BMW સાથે સ્વીફ્ટ કારનો અકસ્માત થયો છે, અકસ્માત થતાની સાથે જ BE-6 અને BMWની એરબેગ પણ ખુલી ગઈ હતી, આ અકસ્માત એટલો ગંભીર હતો કે રોડ પર રહેલ ઈલેકટ્રીક પોલ પણ ઢળી પડયા હતા, તો પોલીસ તરફથી એવી પણ માહિતી સામે આવી છે કે, સ્વીફટ કારમાં જે મહિલા બેઠી હતી તેને ગંભીર ઈજા પહોંચી છે.

BMW કાર ચાલાક પોલીસ પકડથી દૂર

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મંથન પટેલ કાર ચલાવતો હતો અને સાથે ઋષિ પટેલ પણ સાથે હતો અને દારૂની પાર્ટી પતાવીને પરત ફરતા હતા તે સમયે આ અકસ્માત થયો છે અને મહત્વની વાત તો એ છે કે, આ સમગ્ર ઘટનામાં સ્થળ પરથી દારૂના ગ્લાસ તો મળી આવ્યા પણ બોટલ ગાયબ થઈ ગઈ છે, પોલીસે બોટલ છુપાવી કે કોઈ અન્યએ આ બોટલ છુપાવી તેને લઈ રહસ્ય છે.