android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસમાં 2 કરોડના વિદેશી ડ્રગ્સ સાથે નાઈજીરિયન યુવતી ઝડપાઈ

calendar_todayApril 16, 2026

Surat News: ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસમાં 2 કરોડના વિદેશી ડ્રગ્સ સાથે નાઈજીરિયન યુવતી ઝડપાઈ

ગુજરાતમાં નશાબંધી વચ્ચે ડ્રગ્સ માફિયાઓ પર ડીઆરઆઇ દ્વારા સકંજો કસવામાં આવી રહ્યો છે.તેમાં સુરત રેલવે સ્ટેશન પરથી એક મોટી સફળતા મળી છે, જેમાં મુંબઈથી દિલ્હી જતી ટ્રેનમાંથી કરોડોની કિંમતના માદક પદાર્થ સાથે એક વિદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી છે.ટ્રેન નંબર ૧૨૯૫૪ ઓગસ્ટ ક્રાંતિ તેજસ રાજધાની એક્સપ્રેસમાં નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી.જેના આધારે સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા જ ડીઆરઆઈની ટીમ દ્વારા સુરત રેલવે પોલીસને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો

તપાસ દરમિયાન B-11 કોચમાં સીટ નંબર 63 પર મુસાફરી કરી રહેલી એક નાઈજીરિયન મહિલા શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરવામાં આવી હતી.મહિલાની તલાશી લેતા તેની પાસેથી આશરે 2017 ગ્રામ MDMA/Ecstasy ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત બે કરોડની આસપાસ હોવાની વિગતો જાણવા મળી છે. તે આધારે ડ્રગ્સ લઈને આવનાર નાઈજીરિયન મહિલા એમેન્યુએલા ગોલ્ડ ઈખાનોબાની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવી હતી અને આગળ કોને પહોંચાડવાનો હતો તે દિશામાં ડીઆરઆઈની સાથે સુરત રેલવે પોલીસ અને તપાસ એજન્સીઓએ ઊંડી તપાસ શરૂ કરી છે.

વિગતો એકત્ર કરીને આગળની કાર્યવાહી કરાશે

આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ડ્રગ્સના રેકેટને ડામવા માટે શહેર પોલીસની સાથે સાથે ડીઆરઆઈ સહિતની ટીમ સતત પ્રયાસ કરી રહી છે. તેના પરીણામ સ્વરુપે જ સુરત એરપોર્ટની સાથે સાથે રેલવે સ્ટેશન પર પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ કિસ્સામાં જો ટ્રેનમાં મહિલા મુસાફર બેસ્યા બાદથી જ તેના પર નજર રાખવામાં આવી રહી હતી.ત્યાર બાદ સુરત રેલવે સ્ટેશન પર તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જથ્થો કયાંથી લાવી તેની પણ પુછપરછ હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેથી પોલીસ દ્વારા જથ્થો કયાં આપવાનો હતો અને કોને મંગાવ્યો હતો તેની વિગતો એકત્ર કરીને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે.

આ પણ વાંચોઃ Local body election: 9237 બેઠકો પર 25516 ઉમેદવારો ચૂંટણી લડશે, 1816 ઉમેદવારો ફસકી ગયા