android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News : 20 વર્ષથી ફરાર કુખ્યાત રહેમાન ડકેત સુરતથી ઝડપાયો, 14 રાજયોમાં ગુનાખોરીના નેટવર્કના "સરદાર" તરીકે ઓળખાતો

calendar_todayJanuary 11, 2026

Surat News : 20 વર્ષથી ફરાર કુખ્યાત રહેમાન ડકેત સુરતથી ઝડપાયો, 14 રાજયોમાં ગુનાખોરીના નેટવર્કના "સરદાર" તરીકે ઓળખાતો

આરોપી 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કના સરદાર તરીકે ઓળખાતો હતો અને નકલી CBI અધિકારીની ઓળખ આપી લોકોને છેતરતો હતો, સાધુ-બાવાના વેશમાં લૂંટ, લોકોને સળગાવવાના પ્રયાસના ગુનામાં આરોપી સંડોવાયેલો હોવાની વાત સામે આવી છે. દેશભરની પોલીસને 20 વર્ષથી હંફાવતા કુખ્યાત રહેમાન ડકેત સુરતમાંથી ઝડપાતા અન્ય રાજયના ગુના પણ ઉકેલાશે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે કુખ્યાત આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેત અસમત અલીને ઝડપી પાડ્યો

આરોપી ઈરાની ડેરા તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગનો મુખ્ય સૂત્રધાર છે અને તે ઉપરાંત 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કના સરદાર તરીકે ઓળખાતો હતો, આરોપી નકલી સીબીઆઇ અધિકારી, સાધુ-બાવાના વેશમાં લૂંટ, લોકોને જીવતા સળગાવવાના પ્રયાસ જેવા ગુના આચરતો હતો અને લાંબા સમયથી ફરાર હતો પણ સુરત પોલીસને બાતમી મળતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે, હાલ પોલીસે આરોપી વિરુદ્ધમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ગુનાખોરીનું નેટવર્ક 14 જેટલા રાજ્યોમાં ફેલાયેલું છે

આ ગેંગની કાર્યપદ્ધતિ મુજબ દરેક ગેંગમાં ત્રણથી ચાર લોકો ગુનાને અંજામ આપે છે અને અન્ય ત્રણથી ચાર લોકો લૂંટનો મુદ્દામાલ સગેવગે કરી દે છે, જેથી જો ગેંગનો કોઈ વ્યક્તિ પકડાય તો પણ પોલીસના હાથે મુદ્દામાલ ન લાગે. જ્યારે પોલીસ આ આરોપીઓને પકડવા જાય છે ત્યારે તેઓ પોતાના ઘરની મહિલાઓ અને બાળકોને ઢાલ તરીકે આગળ કરી દેતા હોય છે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતા શહેરીજનો ઠુઠવાયા, નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું