android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: પુણામાં 24 કલાકમાં બીજી હત્યા, મેસેજમાં છેડતી બાબતે મિત્રએ જ મિત્રને કાતરના ઘા ઝીંકી પતાવી દીધો

calendar_todayMay 8, 2026

Surat News: પુણામાં 24 કલાકમાં બીજી હત્યા, મેસેજમાં છેડતી બાબતે મિત્રએ જ મિત્રને કાતરના ઘા ઝીંકી પતાવી દીધો

ડાયમંડ સિટી સુરતમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ હત્યારાઓ બેફામ બન્યા છે. સુરતના પુણા પોલીસ મથકની હદમાં છેલ્લા 24 કલાકમાં જ હત્યાનો બીજો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો છે.

મેસેજમાં છેડતી બાબતે ખેલાયો લોહિયાળ ખેલ

ઘટનાની મળતી માહિતી અનુસાર, પુણા પોલીસ મથક નજીક જ આ હત્યાની ઘટના બની છે. જેમાં પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મેસેજમાં છેડતી કરવા જેવી સામાન્ય બાબતે બે મિત્રો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો કે, આવેશમાં આવીને એક મિત્રએ બીજા મિત્ર પર કાતર વડે હિંસક હુમલો કરી દીધો હતો.

24 કલાકમાં બીજી હત્યાથી પોલીસ દોડતી થઈ

કાતરના જીવલેણ ઘા વાગવાને કારણે યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું કરૂણ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે, પુણા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં આ બીજી હત્યાની ઘટના છે, જેને પગલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

ઘટનાની જાણ થતા જ પુણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી, હત્યારા મિત્રની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરમાં સતત વધી રહેલા ગુનાખોરીના ગ્રાફને પગલે નાગરિકોમાં સુરક્ષાને લઈ ચિંતા જોવા મળી રહી છે.


આ પણ વાંચો - Surat: પાલતુ કૂતરાઓ રાખતા અને ડુંગરામાં છુપાતા આરોપીઓને પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યા, મોહનીયા ગેંગના સૂત્રધારો ઝડપાયા