android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: 24 ટ્રેનમાંથી એક સેટની ડિલિવરી મળી, ખજોદ ખાતે 3 કોચની સિલ્વર મેટ્રો ટ્રેન પહોંચી

calendar_todayMarch 18, 2026

Surat News: 24 ટ્રેનમાંથી એક સેટની ડિલિવરી મળી, ખજોદ ખાતે 3 કોચની સિલ્વર મેટ્રો ટ્રેન પહોંચી

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મેટ્રો પ્રોજેક્ટના કારણે ટ્રાફિકજામ, ધૂળ અને સમય બરબાદી જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહેલા સુરતીઓ માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે.મેટ્રો ટ્રેન શરૂ થવાનો ઇંતેજાર હવે અંતિમ તબક્કે પહોંચી ગયો છે. કોલકાતાથી મેટ્રો ટ્રેનના પ્રથમ ૩ કોચ સુરત મેટ્રોના ડેપો પર આવી પહોંચ્યા હતા.કોચની એન્જિનિયરિંગ તપાસ અને જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ આવનારા જૂન મહિનાથી ડ્રીમ સિટીથી અલથાણ વચ્ચે મેટ્રો દોડાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

24 ટ્રેનના 72 કોચ સુરત પહોંચવાની શક્યતા

શહેરની વધતી વસ્તી અને ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે ૧૨ હજાર કરોડના ખર્ચે સુરત મેટ્રો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.તાજેતરમાં પશ્ચિમ બંગાળની કંપનીને ૨૪ ટ્રેનસેટ માટે ઓર્ડર આપવામાં આવ્યા હતા, જેના અંતર્ગત હવે કોચની ડિલિવરી શરૂ થઈ ગઈ છે.આજે ડેપો ખાતે કોચ પહોંચતા અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા.સાથે જ કોચ બનાવનારી કંપનીના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.આ મેટ્રો ટ્રેનો હાઈ-ટેક અને સંપૂર્ણ ઓટોમેટિક હશે તેમજ પાયલટ વિના સંચાલિત થશે.પ્રથમ તબક્કામાં ડ્રીમ સિટીથી અલથાણ અને ત્યારબાદ ભેંસાણથી સ્ટાર બજાર વચ્ચે ટ્રેન દોડાવવામાં આવશે. આગામી દોઢ વર્ષમાં કુલ ૨૪ ટ્રેનના ૭૨ કોચ સુરત પહોંચવાની શક્યતા છે.

ડ્રીમ સિટી ખાતે મેટ્રો ડેપો તૈયાર

ડ્રીમ સિટી ખાતે મેટ્રો ડેપો તૈયાર થઈ ગયો છે, જયારે ભેંસાણમાં ડેપોનું કામ પણ પૂર્ણ થવાની નજીક છે.ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વિવિધ શહેરોમાં સ્ટેશનોનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. સ્ટેશનોને માત્ર ટ્રાન્સપોર્ટ હબ તરીકે જ નહીં, પરંતુ ‘લિવિંગ અર્બન સ્પેસ' તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. ઈકો-ફ્રેન્ડલી અને આધુનિક સુવિધાઓ તેમજ સલામત અને સુવ્યવસ્થિત વાતાવરણ આ સ્ટેશનોની મુખ્ય ખાસિયત છે. સુરત સ્ટેશનનું સ્ટીલ સ્ટ્રક્ચર અને રૂફશીટિંગનું કામ પૂર્ણ થયું છે. આ ઉપરાંત બિલીમોરા, આણંદ, વડોદરા, ભરૂચ અને વાપી બુલેટ ટ્રેન સ્ટેશનોનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ તમામ સ્ટેશનો પર મલ્ટિ-મોડલ ઇન્ટિગ્રેશન સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.


આ પણ વાંચોઃ Ahmedabad News : ગુજરાતની ટેકનિકલ કોલેજોની ફી જાહેર થઈ, 27 કોલેજમાં 1થી 2 ટકા ફીનો વધારો થયો