calendar_todayJanuary 22, 2026
Surat News: ક્રાઈમ બ્રાંચનો કોન્સ્ટેબલ ધીરુ ઠાકરિયા 25 હજારની લાંચ લેતા પકડાયો
સુરતમાં એક પોલીસ કર્મી 25 હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે. એસીબીએ અન્ય એક ખાનગી વ્યક્તિને પણ ઝડપી પાડ્યો હતો. મસાજ પાર્લરના ધંધામાં હેરાન નહીં કરવા લાંચ માંગી હતી. વડોદરા એસીબીએ સુરતમાં જઈને લાંચિયા પોલીસ કર્મી સામે કાર્યવાહી કરી હતી.
AHTUનો કોન્સ્ટેબલ ધીરુ ઠાકરીયા પકડાયો
આરોપી પોલીસ કર્મી ધીરુ ઠાકરીયાએ ફરીયાદીને મસાજ પાર્લરનો ધંધો ચાલુ કરવા સારુ પ્રોત્સાહન આપી આરોપી રોનકભાઇ મણીલાલ ત્રિવેદી ની મદદગારી લઇ મસાજ પાર્લરનો ધંધો કરવા સારુ કોઇ હેરાનગીત નહિ કરવા તેમજ કોઇ કાયદેશરની કાર્યવાહી નહિ કરવા સારુ જણાવેલ જે કામે ફરિયાદી લાંચ નાં રૂપિયા આપવા માંગતા નાં હોય એ.સી.બી ટોલ ફ્રી ઉપર સંપર્ક કરતા તેઓની ફરિયાદ આધારે આજરોજ લાંચ નું છટકું ગોઠવાતાં આરોપી ધીરુ ઠાકરિયાએ લાંચના રૂપિયાની માંગણી કરી હતી અને રોનક ત્રિવેદીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂપિયા સ્વીકારી એકબીજાની મદદગારી કરી સ્થળ ઉપર પકડાઇ ગયો હતો.