android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: પાંડેસરા, હજીરા અને ડીંડોલીમાં હાહાકાર! તાવ આવ્યા બાદ તબિયત લથડતાં 3 યુવકોનાં મોત

calendar_todayOctober 22, 2026

Surat News: પાંડેસરા, હજીરા અને ડીંડોલીમાં હાહાકાર! તાવ આવ્યા બાદ તબિયત લથડતાં 3 યુવકોનાં મોત

સુરત શહેરમાં ઋતુગત બિમારીઓ અને અચાનક બદલાતા વાતાવરણ વચ્ચે તાવના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં અચાનક સામાન્ય તાવ આવ્યા બાદ તબિયત વણસવાના કિસ્સા વધી રહ્યા છે, જેણે સ્થાનિકો અને આરોગ્ય વિભાગની ચિંતામાં ભારે વધારો કર્યો છે. સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી તાવની ફરિયાદ બાદ હોસ્પિટલ ખસેડાયેલા 3 યુવાનોના મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પાંડેસરા, હજીરા અને ડીંડોલીના યુવકો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

મળતી માહિતી મુજબ, આ કરૂણ બનાવ સુરતના ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારો એવા પાંડેસરા, હજીરા અને ડીંડોલી વિસ્તારમાં બન્યો છે. ત્રણેય યુવકોને શરૂઆતમાં સામાન્ય તાવ આવ્યો હતો, પરંતુ ટૂંક જ સમયમાં તેમની તબિયતમાં ભારે લથડી હતી. પરિજનો દ્વારા તેમને તુરંત જ શહેરની નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન 3 યુવાનોએ દમ તોડ્યો

અત્યંત ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા ત્રણેય યુવકોની તબિયત વધુ બગડતાં અંતે સારવાર દરમિયાન જ તેમણે પ્રાણ ગુમાવ્યા હતા. 

મૃતકોની ઓળખ

  • રાજેન્દ્ર પટેલ (ઉંમર: 28 વર્ષ)
  • રણજીતકુમાર યાદવ (ઉંમર: 48 વર્ષ)
  • વિક્કી (ઉંમર: 32 વર્ષ)

એક જ દિવસમાં 3 યુવાન વયના પુરુષોના તાવથી મોત થતાં મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મોતનું ચોક્કસ કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે

આ ઘટના અંગે હોસ્પિટલ તબીબોનું કહેવું છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ ત્રણેય દર્દીઓને તીવ્ર તાવ અને તે પછીની શારીરિક જટિલતાઓને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, આ મોત ડેન્ગ્યુ, મલેરિયા કે અન્ય કોઈ ગંભીર વાયરલ ઇન્ફેક્શનના કારણે થયા છે કે કેમ, તે અંગે ચોક્કસ માહિતી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા સંબંધિત વિસ્તારોમાં સર્વેક્ષણ અને દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: Surat News: ચંદી પડવાના તહેવાર પહેલા માવાના વેપારીઓ પર ફૂડ સેફ્ટી વિભાગના દરોડા