android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: આણંદથી આંતરરાજ્ય 'ચીકલીગર ગેંગ'ના 4 સાગરીતો ઝડપાયા, 14થી વધુ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

calendar_todayJanuary 31, 2026

Surat News: આણંદથી આંતરરાજ્ય 'ચીકલીગર ગેંગ'ના 4 સાગરીતો ઝડપાયા, 14થી વધુ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરતા કુખ્યાત ચીકલીગર ગેંગના ચાર રીઢા આરોપીઓને આણંદના ચિખોદરા ખાતેથી દબોચી લીધા છે. આ ગેંગ ગુજરાતના મોટા શહેરોમાં ઘરફોડ ચોરી અને બાઈક ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને હંફાવી રહી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

ચોરીની અનોખી 'મોડસ ઓપરેન્ડી'

આ ગેંગ અત્યંત ચાલાકીથી ગુનાને અંજામ આપતી હતી. તેઓ વહેલી સવારે મળસ્કે 5 વાગ્યે નીકળતા અને જે બંધ ઘરની બહાર ન્યૂઝ પેપર (છાપું) પડ્યું હોય તેને ટાર્ગેટ બનાવતા હતા, કારણ કે તેનાથી ઘર બંધ હોવાની ખાતરી થતી હતી. ગેંગના સભ્યો પ્રથમ બાઈકની ચોરી કરતા અને ત્યારબાદ તે જ બાઈક પર સવાર થઈ ઘરફોડ ચોરી કરતા હતા. પોતાની ઓળખ છુપાવવા માટે તેઓ મોઢે માસ્ક પહેરતા અને કામ પતી ગયા બાદ ચોરીનું બાઈક બિનવારસી હાલતમાં મૂકીને ભાગી છૂટતા હતા.

અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો

ઝડપાયેલા આરોપીઓમાં આઝાદસિંહ વિરૂધ અગાઉના 12 ગુના નોંધાયેલા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ સુરતના ઉત્રાણના 2 અને કડોદરાના 1 સહિત અમદાવાદ અને વડોદરામાં પણ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી છે. અત્યાર સુધીની તપાસમાં કુલ 12 થી 14 ગુનાઓના ભેદ ઉકેલાયા છે અને હજુ પણ વધુ ગુનાઓ બહાર આવવાની શક્યતા છે. આ ગેંગ ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં બંધ મકાનોને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરતી હતી. સુરત પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Surat: નવજાત બાળકીને વેચવાનું કૌભાંડ, ઔરંગાબાદથી અપહરણ કરીને વેચવાની ફિરાકમાં રહેલી 2 મહિલા ઝડપાઇ