calendar_todayJanuary 29, 2026
Surat News: 4.87 લાખ વિદ્યાર્થીઓ ‘અપાર આઈડી’ વગરના, બોર્ડ પરીક્ષા અને એડમિશન પર લટકતી તલવાર!
સમગ્ર દેશના વિદ્યાર્થીઓ માટે 'વન નેશન, વન સ્ટુડન્ટ આઈડી' અંતર્ગત શરૂ કરવામાં આવેલી અપાર આઈડી (APAAR ID) બનાવવાની પ્રક્રિયામાં સુરત શહેર અને જિલ્લો પાછળ ધકેલાયો છે. આશ્ચર્યજનક રીતે, સુરતના અંદાજે 4.87 લાખ વિદ્યાર્થીઓ હજુ પણ આ મહત્વપૂર્ણ ડિજિટલ ઓળખથી વંચિત છે, જેને કારણે શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ છે.
સુરતમાં નબળી કામગીરી
રાજ્યમાં બીજા ક્રમે સમગ્ર રાજ્યમાં અપાર આઈડી બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ સુરતની કામગીરી અત્યંત ધીમી અને નબળી જોવા મળી રહી છે. નબળી કામગીરીના લિસ્ટમાં સુરત સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે છે. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, સુરતની 17 જેટલી શાળાઓમાં તો હજુ સુધી એક પણ વિદ્યાર્થીનું અપાર આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ પણ કરવામાં આવી નથી.
વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટું જોખમ
જો સમયસર અપાર આઈડી બનાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
- બોર્ડ પરીક્ષા: પરીક્ષા ફોર્મ અને હોલ ટિકિટ પ્રક્રિયામાં અવરોધ આવી શકે છે.
- પ્રવેશ પ્રક્રિયા: ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવતી વખતે આ ડિજિટલ આઈડી ફરજિયાત બની શકે છે.
- સ્કોલરશીપ: સરકારી યોજનાઓ અને સ્કોલરશીપના સીધા લાભ અટકી શકે છે.
- ડિજિટલ માર્કશીટ: માર્કશીટ મેળવવા અને તેને ડિજીલોકરમાં સાચવવા માટે આ આઈડી અનિવાર્ય છે.
શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે, છતાં વહીવટી ઉદાસીનતાને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો - Udhna Fire Case: 4 કામદારોના મોત મામલે પોલીસની મોટી કાર્યવાહી, બે આરોપી ઝડપાયા