android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: ડિંડોલીમાં પોલીસનો સપાટો, રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતા બે પેડલરો 4.99 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયા

calendar_todayMarch 8, 2026

Surat News: ડિંડોલીમાં પોલીસનો સપાટો, રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતા બે પેડલરો 4.99 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપાયા

સુરત શહેરમાં નશાબંધી અભિયાન હેઠળ પોલીસ સતત એક્શન મોડમાં છે. ડિંડોલી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને મેફેડ્રોન (MD) ડ્રગ્સના વેચાણ અને હેરાફેરી સાથે સંકળાયેલા બે શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ બંને પેડલરો રિક્ષાનો ઉપયોગ કરીને ડ્રગ્સની સપ્લાય કરી રહ્યા હતા.

4.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયા

પોલીસે આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી નશીલા પદાર્થો સહિત મોટી માત્રામાં મુદ્દામાલ મળી આવ્યો છે, 4.99 ગ્રામ (જેની બજાર કિંમત અંદાજે રૂ. 14,970 થાય છે). પોલીસે ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા, મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરી છે. પોલીસે કુલ રૂ. 1,29,160ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મેફેડ્રોન ડ્રગ્સ, રીક્ષા, મોબાઈલ, રોકડ જપ્ત

ડિંડોલી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ ડ્રગ્સનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને સુરત શહેરમાં કોને-કોને સપ્લાય કરવાના હતા. રિક્ષા જેવા જાહેર પરિવહનના સાધનનો ઉપયોગ કરીને નશાનો કાળો કારોબાર ચલાવતા આ શખ્સોની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો