android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat News: મુસાફર દીઠ 45 પૈસા ચૂકવતા ટ્રેન અકસ્માતમાં 10 લાખનું વળતર મળશે

calendar_todayOctober 26, 2026

Surat News: મુસાફર દીઠ 45 પૈસા ચૂકવતા ટ્રેન અકસ્માતમાં 10 લાખનું વળતર મળશે

ભારતીય રેલવે દ્વારા રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવતા મુસાફરોને પણ વૈકલ્પિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડે 24 ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આ અંગે સૂચનાઓ જારી કરી છે.સુપ્રીમ કોર્ટના 6 ઓક્ટોબર 2026ના આદેશના અનુસંધાને આ યોજના 27 ઓક્ટોબરથી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કાઉન્ટર પર લાગુ કરવામાં આવશે.આ વીમા માટે પ્રતિ મુસાફર માત્ર 45 પૈસા પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.જેમાં તમામ કરનો સમાવેશ થાય છે.અત્યાર સુધી ઓનલાઇન ઈ-ટિકિટ બુકિંગ સાથે ઉપલબ્ધ આ સુવિધાનો વ્યાપ હવે કાઉન્ટર પરથી આરક્ષિત ટિકિટ ખરીદતા મુસાફરો સુધી વિસ્તરશે.

વીમાનું પ્રીમિયમ ટિકિટના ભાડા સાથે વસૂલાશે

રેલવે બોર્ડની સૂચના અનુસાર યોજનાના અમલીકરણ માટે જરૂરી સોફ્ટવેર અને સિસ્ટમમાં ફેરફારની કામગીરી સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ દ્વારા IRCTCના સંકલનમાં કરવામાં આવી રહી છે.તમામ ઝોનલ રેલવેને કાઉન્ટરો પર જરૂરી વ્યવસ્થા સમયસર પૂર્ણ કરવા અને કર્મચારીઓને તાલીમ આપવા સૂચના આપવામાં આવી છે.આ વીમો સંપૂર્ણપણે વૈકલ્પિક રહેશે.મુસાફર વીમો લેવા સંમતિ આપે પોતાનો મોબાઈલ નંબર આપે અને ડિજિટલ માધ્યમથી ચુકવણી કરે ત્યારે જ વીમો ઉપલબ્ધ થશે. વીમાનું પ્રીમિયમ ટિકિટના ભાડા સાથે ડિજિટલ રીતે જ વસૂલવામાં આવશે. 

પોલિસીની વિગતો મોબાઈલ પર મળવાની પ્રક્રિયા

કાઉન્ટર કર્મચારીઓએ મુસાફરોને વીમાની સુવિધા તેની શરતો અને પોલિસીની વિગતો મોબાઈલ પર મળવાની પ્રક્રિયા અંગે જાણકારી આપવાની રહેશે.આ યોજનાની શરતો મુજબ ટ્રેન અકસ્માત અથવા રેલવે કાયદા હેઠળ આવરી લેવાતી અનિચ્છનીય ઘટનામાં મૃત્યુ,કાયમી સંપૂર્ણ અપંગતા,કાયમી આંશિક અપંગતા,ઇજાની સારવાર માટે જ લાગુ રહેશે.રેલવે વિભાગના અધિકારીઓને ટેકનિકલ ખામીઓ અને કામગીરીની મુશ્કેલીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા તેમજ અમલીકરણની દેખરેખ રાખવા જણાવાયું છે.પશ્ચિમ રેલવેના મુંબઈ મુખ્યાલયે પણ તમામ વિભાગોને ૨૭ ઓક્ટોબર પહેલાં તૈયારીઓ પૂર્ણ કરી કામગીરીની ખાતરી આપવા આદેશ કર્યો છે.

માત્ર 45 પૈસાના પ્રીમિયમમાં રૂપિયા 10 લાખ સુધીનું કવચ

મુસાફરના મૃત્યુના કિસ્સામાં: રૂપિયા 10 લાખ

કાયમી સંપૂર્ણ દિવ્યાંગતા માટે: રૂપિયા 10 લાખ

કાયમી આંશિક દિવ્યાંગતા માટે: રૂપિયા 7.5 લાખ સુધી

હોસ્પિટલાઇઝેશન અને સારવાર ખર્ચ: 2 લાખ સુધી

મૃતદેહના પરિવહન ખર્ચ પેટે: રૂપિયા 10000ની સહાય મળવાપાત્ર

આ પણ વાંચોઃ Botad News: PGVCLનો જાદૂ કે કાંડ? વીજ કનેક્શન કે મીટર વગર જ મોકલ્યું લાઈટ બિલ! Video