calendar_todayJanuary 12, 2026
Surat News : સુરતમાં 5 લાખની નકલી ચલણી નોટ સાથે 2 ઝડપાયા, SOGએ પર્દાફાશ કરી આરોપીને દબોચ્યા
સુરત શહેરના વરાછાના મીની બજારમાંથી નકલી ચલણી નોટ SOG પોલીસે ઝડપી પાડી છે અને બાતમીના આધારે ઓપરેશન પાર પાડયું છે, 5 લાખની નકલી નોટ સાથે બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે, છેલ્લા ઘણા સમયથી નકલી નોટો છાપતા હોવાની વાત સામે આવી છે, પોલીસે મુદ્દામાલ પણ ઝડપી પાડયો છે, નકલી નોટ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે દિશામાં પણ તપાસ શરુ કરવામાં આવી છે.
વરાછા વિસ્તારમાં છાપતા હતા નકલી ચલણી નોટો
સુરત એસઓજી પોલીસે ઓપરેશ પાર પાડયું છે અને નકલી ચલણી નોટો છાપતા 2 શખ્સને ઝડપી પાડયા છે, પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ લાંબા સમયથી નકલી ચલણી નોટો છાપતા હતા અને પ્રિન્ટર મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે, નકલી ચલણી નોટો પર સિરિઝ પણ નંબરની આગળ પાછળ છાપતા હતા અને આ નોટો અત્યાર સુધી કોને અને કયાં આપવામાં આવી છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
13 ડિસેમ્બર 2025ના રોજ સુરતમાં નકલી ચલણી નોટ છાપતા 3 ઝડપાયા હતા
એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે સુરત પોલીસે પશ્ચિમ બંગાળથી ગુજરાત સુધી ફેલાયેલા એક આંતરરાજ્ય ફેક કરન્સી (બનાવટી નોટો) રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહેલા આ નેટવર્ક પર લીંબાયત પોલીસે સપાટો બોલાવીને કુલ રૂ. 3,84,500ની કિંમતની નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : Morbiમાં AAPની સભામાં AAPના જ કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ, જુઓ Video