calendar_todaySeptember 25, 2026
Surat News: ઓલપાડના સાયણમાંથી 6 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક બુટલેગરની ધરપકડ
સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ મથક દ્વારા ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સકંજો કસવામાં આવ્યો છે. ઓલપાડ પોલીસે બાતમીના આધારે સાયણ વિસ્તારમાં આવેલા આદર્શનગર વિભાગ-1 માં દરોડો પાડીને મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
1,725 વિદેશી દારૂની બોટલો જપ્ત
પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 1,725 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો આ જથ્થો જપ્ત કરી કુલ રૂપિયા 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીથી બુટલેગરોમાં મોટો ફફડાટ ફેલાઈ ગયો છે.
બુટલેગર ઠાકોર પટેલ ઝડપાયો, એક વોન્ટેડ
આ રેડ દરમિયાન પોલીસે ઠાકોર પટેલ નામના મુખ્ય બુટલેગરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જ્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય એક શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

આગળની તપાસ શરૂ
ઓલપાડ પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Suratમાં ઓલપાડના દાંડી ગામે 11 ઝીંગાના તળાવમાં ઝેરી દવા નાખ્યાનો આક્ષેપ, હજારો ઝીંગાના મોત!